________________
१२०
तत्त्वन्यायविभाकरे ___ चतुर्दशेति । लोको हि भुवनं, तच्च पञ्चास्तिकायात्मकं, चतुर्दशरज्जुपरिमितञ्च, तेन व्याप्यः-परिच्छिनः, तत्र परिच्छिनः इत्यनुक्त्वा व्याप्य इति वचनं पञ्चास्तिकायेषु परिच्छेदकतया व्यापकस्य ग्रहणार्थं, तादृशश्च धर्मो वा स्यादधर्मो वा, तथा च तावत्प्रदेशत्वमेवास्यापीत्याशयेनाह-असंख्येयप्रदेशात्मक इति । अलोकाकाशमाह-तद्भिन्न इति । लोकाकाशभिन्न इत्यर्थः । अनन्तप्रदेशात्मक इति, एतदपेक्षया च समस्ताकाशस्यानन्तप्रदेशात्मकत्वमित्यपि बोध्यम् । अथ धर्मादीनां त्रयाणां विशेषमाह-धर्मादय इति । अपिना जीवोऽपि तथैवेति सूचितम्, स्कन्धमाह-पूर्णमिति निखिलस्वस्वप्रदेशपरिपूर्णमसंख्येयप्रदेशात्मकमिति यावत् । माध्यमिकेति, पूर्णसमुदायादेकादिप्रदेशहीना आद्व्यादिप्रदेशं बुद्धिपरिकल्पिता विभागा देशा उच्यन्त इत्यर्थः । केवलेति । केवलज्ञानेन परिकल्पितः सूक्ष्मतमो निविभागो भागः केवलप्रज्ञयापि दुर्भेद्यः प्रदेश इत्यर्थः ।
પંચાસ્તિકાય રૂપ-પરિચ્છેદક રૂપ લોકના સ્વરૂપ પ્રદર્શન દ્વારા પરિચ્છેદ્યમાન આકાશનું પરિમાણ સ્પષ્ટ કરે છે કે
ભાવાર્થ- “ચૌદરા પરિમાણવાળો પંચાસ્તિકાયસ્વરૂપી લોક છે. તે લોકની સાથે વ્યાપ્તિવાળો અસંખ્યાત પ્રદેશવાળો લોકાકાશ છે. તેનાથી ભિન્ન અનંત પ્રદેશવાળો અલોકાકાશ છે.
ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ અને ચોથો જીવ-એમ ચાર સ્કંધ દેશ-પ્રદેશના ભેદથી ત્રણ પ્રકારના છે. પૂર્ણદ્રવ્ય સ્કંધ કહેવાય છે, મધ્યમ-ઉપાધિકૃત ભાગ દેશ કહેવાય છે અને કેવલજ્ઞાનથી પરિકલ્પિત સૂક્ષ્મતમ (નિર્વિભાગ) ભાગ પ્રદેશ કહેવાય છે.”
| વિવેચન- લોક એટલે જગત. તે પંચાસ્તિકાય રૂપ અને ચૌદરા પરિમાણવાળો છે. તે લોકની સાથે વ્યાપક (સર્વદ્રવ્ય આધાર) અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી લોકાકાશ છે. તે લોકાકાશથી ભિન્ન અલોક આકાશ અનંત પ્રદેશવાળો છે. આની અપેક્ષાથી સઘળુંય આકાશ અનંત પ્રદેશવાળું છે એમ પણ જાણવું.
ધર્મ, અધર્મ અને આકાશ-એમ ત્રણ અને અપિ શબ્દથી જીવમાં જે કાંઈ વિશેષ છે તેને કહે છે કે- “ધર્મ આદિ ત્રણ પણ સ્કંધ-દેશ-પ્રદેશના ભેદથી ત્રણ પ્રકારવાળા છે.” અર્થાત્ ધર્માસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ, અધમસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ, આકાશાસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ, એમ ત્રણના નવ ભેદો અજીવના જાણવા.
(પ્રસંગ પ્રાપ્ત જીવાસ્તિકાયના સ્કંધ-દેશ-પ્રદેશ રૂપ ત્રણ ભેદો પણ જાણવા.)
તથાચ સકલ દેશ-પ્રદેશ અનુગત સમાન પરિમાણવાળું અસ્તિકાય દ્રવ્ય સ્કંધ કહેવાય છે. તે સ્કંધના જ બુદ્ધિથી કલ્પિત બે આદિ પ્રદેશ આત્મક ભાગ રૂપ દેશ, તેનો જ નિર્વિભાગ ભાગ રૂપ પ્રદેશ કહેવાય છે.
આ દેશ-પ્રદેશાદિ રૂપ વિભાગ કદાચિત ભૂતકાળમાં થયો નથી, વર્તમાનકાળમાં થતો નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ. ફક્ત શિષ્યની બુદ્ધિની નિર્મળતા માટે જ મતિકલ્પનાથી પરિકલ્પિત જાણવો.