________________
सूत्र -५, तृतीय किरणे
११३
એની જેમ ઔપચારિક (લક્ષણાથી સમજાવવું ઉપચારપ્રયોજનવાળું છે. શક્તિના આશ્રયભૂત શક્ય અર્થની સાથે સંબંધ “લક્ષણા' કહેવાય છે. તે લક્ષણા ગૌરી-શુદ્ધ ભેદથી બે પ્રકારની છે. ગૌણી એટલે સાદેશ્ય વિશિષ્ટમાં લક્ષણા. જેમ કે-“સિંહ માણવક છે. ઇત્યાદિ સિંહ સાદેશ્ય વિશિષ્ટમાં લક્ષણા) જ છે ને?
સમાધાન- અહીં પ્રત્યયનો અભેદ હોઈ ધર્મ આદિમાં પ્રદેશની બુદ્ધિ ઔપચારિક નથી-નિશ્ચય રૂપ છે. મુખ્ય પ્રત્યયવાળા સિંહ વ્યક્તિ કરતાં “માણવક સિંહ છે' એવી ગૌણ બુદ્ધિ ભિન્ન તરીકે ઉપલબ્ધ થાય છે. અભિન્ન બુદ્ધિ નથી માટે કોઈ દોષ નથી.
તથા પૂર્વોક્ત તે પ્રકારથી પગલોમાં અને ધર્માદિમાં પ્રદેશ પ્રત્યય અભિન્ન છે, કેમ કે- પુદ્ગલોમાં અને ધર્મ આદિમાં બન્ને ઠેકાણે અવગાહભેદની સમાનતા છે.
પરમાણુઓમાં મુખ્ય પ્રદેશ પ્રત્યય નથી, કેમ કે- આદિ પ્રદેશથી રહિત, મધ્ય પ્રદેશથી રહિત અને અંત્ય (અંતિમ) પ્રદેશથી રહિત જ પરમાણુ છે. એટલું જ નહિ પરંતુ દ્રવ્ય રૂપ પ્રદેશથી સર્વથા રહિત જ પરમાણુ છે, માટે જ પરમાણુ અપ્રદેશ છે-એમ કહેવાય છે. અર્થાત્ આ પરમાણુ સ્વયમેવ પ્રદેશ રૂપ છે. તેને દ્રવ્યસ્વભાવી બીજા પ્રદેશો નથી. આવું આપ્તનું વચન છે.
શંકા-શું ધર્મ વગેરે દ્રવ્યો આકાશની માફક સ્વાત્મ-પોતાના સ્વરૂપમાં રહેલા છે કે જલ આદિની માફક બીજાના આધારે રહેલા છે?
જો બીજાના આધારે રહેલા હોય, તો તે એકભાગી રહેલા છે કે સર્વભાગથી રહેલા છે?
સમાધાન- આના જવાબમાં કહે છે કે- “લોક આકાશમાં વ્યાપક છે.” અર્થાતુ આકાશના આધારે ધર્મ આદિ દ્રવ્યો રહેલા છે. વળી લોકાકાશને સર્વભાગથી વ્યાપીને રહેલા છે.
એટલે આ ધર્માસ્તિકાય દ્રવ્ય ચૌદ રજૂપ્રમાણ સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, માટે તેનું સંસ્થાન પણ લોક સંસ્થાન જેવું વૈશાખ સંસ્થાન છે. (કટિન્યસ્ત હસ્તવાળા પાદપ્રસારિત પુરુષના જેવું સંસ્થાન છે.)
જો કે નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જ વસ્તુ પોતાના સ્વરૂપમાં રહે છે એમ માનેલ છે, તો પણ વ્યવહારનયના અભિપ્રાયથી સર્વ વસ્તુ આકાશમાં રહેલ છે એમ મનાય છે.
લોક એટલે જ્યાં ધર્મ આદિ દ્રવ્યો લોકાય છે-અનુભવાય છે.
લોક રૂપી આકાશ તે લોકાકાશ. લોકાકાશને જે વ્યાપે છે, તે લોકાકાશવ્યાપી કહેવાય છે. અર્થાત્ ધર્મદ્રવ્યનો અને અધર્મદ્રવ્યનો લોકાકાશમાં અવગાહ અનાદિકાલીન છે, કેમ કે- પરસ્પર આશ્લેષ પરિણતિ દ્વારા રહેવું છે.
અલોક આકાશમાં અવગાહ નથી જ.
अथ यत्र गतिस्तत्रावश्यं स्थितेरपि भावाद्गत्यपेक्षाकारणेनैव स्थितिं प्रत्यप्यपेक्षाकारणेन केनापि भवितव्यमिति मन्वानस्तादृशद्रव्यसाधनार्थं प्रथमं तत्स्वरूपमाह
स्थित्यसाधारणहेतुर्द्रव्यमधर्मः । प्रमाणञ्चात्र जीवपुद्गलानां स्थितिर्बाह्यनिमित्तापेक्षा स्थितित्वात्तरुच्छायास्थपान्थवदित्यनुमानम् । असंख्येयप्रदेशात्मको लोकाकाशव्यापी ૨ હ |