________________
सूत्र - २, तृतीय किरणे
१०७
વળી નિમિત્તકારણ પ્રાયોગિક અને સ્વાભાવિક રૂપ ઉભય ક્રિયાવાળું છે. જેમ કે-દંડ આદિ. તેની માફક ફક્ત સ્વાભાવિક ક્રિયાવાળું પણ કારણ-નિમિત્તકારણ છે. આ જ નિમિત્તકારણ અસાધારણકારણ અને અપેક્ષાકારણ તરીકે કહેવાય છે.
દ્રવ્યગત ક્રિયા રૂપ પરિણામની અપેક્ષા રાખીને ધર્મ આદિ, (અધર્મ) જીવપુદ્ગલગત ગતિ આદિ (સ્થિતિ) રૂપ પરિણતિની પરિપુષ્ટિ કરનાર છે-સહાયક છે.
આવું પોષણ-આવી સહાય બીજા દ્રવ્યોથી એટલે ધર્મ-અધર્મ દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યોથી અશક્ય હોઈ, ગતિસ્થિતિના ઉપકારનો ગુણ બીજા દ્રવ્યો કરતાં ધર્મ-અધર્મમાં અસાધારણ ગુણ છે.
ધર્મ આદિ દ્રવ્યોમાં સ્વાભાવિકી ક્રિયાનો સદ્ભાવ હોવાથી અને પ્રાયોગિક ક્રિયાની અપેક્ષાએ નિષ્ક્રિયપણું હોવાથી, ધર્મ આદિમાં (અધર્મમાં) દંડ આદિની માફક (દંડ આદિમાં પ્રાયોગિક અને સ્વાભાવિક ક્રિયા હોઈ) નિમિત્તકારણતાના પ્રસંગનો અને ક્રિયારહિત હોઈ અકારણતાના પ્રસંગનો અવકાશ-સ્થાન નથી, કેમ કે-કુર્વત્ કારણ (ઉપકાર કરતું કારણ) મનાય છે.
ગતિ રૂપ કાર્ય પ્રત્યે અસાધારણ હેતુત્વ રૂપ વિશેષણ દલ છે અને દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય દલ છે. એ રૂપ લક્ષણનું ધર્મ એ લક્ષ્ય છે.
જો માત્ર ધર્મનું લક્ષણ દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય દલ સ્વીકારવામાં આવે, તો જીવ રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિ રૂપ લક્ષણદોષ છે, કેમ કે-જીવ પણ દ્રવ્ય છે-તેમાં દ્રવ્યત્વ છે.
માટે જીવ આદિમાં અતિવ્યાપ્તિ વારવા માટે ગતિ અસાધારણ હેતુત્વ રૂપ વિશેષ દલનો નિવેશ કરવો.
વૈશેષિક-નૈયાયિક મતમાં બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અને અધર્મ- એમ આત્માના વિશેષ ગુણો આઠ માનેલા છે. એ પૈકી જીવના વિશેષ ગુણમાં રૂઢ (પરિભાષિત) ધર્મની વ્યાવૃત્તિ માટે દ્રવ્યપદનું ગ્રહણ કરેલ છે. અહીં ધર્માસ્તિકાય દ્રવ્ય છે પણ ગુણ નહિ.
ગતિમત્વ એ વિશેષણ રાખી અને દ્રવ્યત્વને વિશેષ્ય રાખી જો ધર્મનું લક્ષણ કરવામાં આવે, તો ગતિક્રિયામાં પરિણત જીવપુદ્ગલ રૂપ નિર્વર્તક-પરિણામી કારણમાં અથવા સ્વતો ગતિવાળા જીવપુદગલમાં ગતિમત્વ રૂપ વિશેષણ દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય હોઈ, અલક્ષ્ય જીવપુદ્ગલમાં અતિવ્યાપ્તિ વારવા માટે ગતિ અસાધારણ હેતુત્વ રૂપ વિશિષ્ટ વિશેષણ દલ મૂકવું, કેમ કે-ગતિમાન જીવપુદ્ગલ છે પણ ગતિ પ્રત્યે અસાધારણ હેતુ નથી.
ધર્મ રૂપ લક્ષ્યનું લક્ષણ જો ગતિeતુત્વ રૂપ વિશેષણ અને દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય રાખવામાં આવે, તો કાલ આદિ ગુણ કાર્ય માત્ર પ્રતિ કારણ હોઈ સાધારણ કારણ છે. એટલે કાલ આદિ (આકાશ)માં અતિવ્યાપ્તિ વારણાય અપેક્ષાકારણ જેનું બીજું નામ છે, એવું અસાધારણ કારણ રૂપ હેતુ લેવો.
ધર્મનું લક્ષણ જ અપેક્ષાકારણત્વ રૂપ વિશેષણ અને દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય રાખવામાં આવે, તો અલક્ષ્યભૂત અધર્મ-આકાશ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ગતિ અસાધારણ હેતુત્વ વિશિષ્ટ દ્રવ્યત્વ, એ ધર્મનું સ્થિર લક્ષણ સમજવું.