________________
सूत्र - २३, द्वितीय किरणे
શંકા- સ્થૂલ પૃથ્વીકાય જેઓની પાસે જેઓને) છે, તે સ્થૂલ પૃથ્વીકાય' આવા બહુવ્રીહિ સમાસથી વિવક્ષિત અર્થનો લાભ થઈ જાય છે. એટલે એક એવો નિયમ-ન્યાય છે કે- “જો બહુવ્રીહિ સમાસ તેના અર્થની પ્રતિપત્તિ કરનારો જયારે હોય, ત્યારે કર્મધારય સમાસથી મનુ (વાળા) અર્થવાળો પ્રત્યય ન લગાડવો.”
અર્થાતુ સ્થૂલ પૃથ્વીકાય-એમ પ્રયોગ કરો ! સ્કૂલ પૃથિવીકાયિક-એમ શા માટે શબ્દપ્રયોગ કરો છો ?
સમાધાન- “સુવંત:' (સૂપુ પ્રત્યય વગરના) “ સુ| વિદ્યતે ચર્ચા' - આ પ્રમાણે બહુવ્રીહિ દ્વારા તેના અર્થનો બોધ થઈ જાય છે. તો અસુ, પછી મત, પ્રત્યય ન લાગે, છતાં આવો વ્યાકરણ મહાભાષ્યનો પ્રયોગ છે. (અર વગરના ચક્રો નવન્તિ = અનરવત્તિ વાળ, વિદ્યત્તે બાપુ તિ અનરા' (અર વગરના) - આવા બહુવ્રીહિ દ્વારા તેના અર્થનો બોધ થઈ જાય છે. તો અનરપદ પછી મનુષ્પ પ્રત્યય ન લાગે. છતાં આવા અનેક પ્રયોગોથી શબ્દગત સાધુપણું પ્રસિદ્ધ છે.)
એવંચ કૃષ્ણ સર્પવાળો રાફડો (કીડાઓએ કરેલો માટીનો રાફડો) અહીં કાળો સાપ જયાં છે. આવા બહુવ્રીહિથી કાળા સાપવાળો અર્થ ઉપલબ્ધ થાય છે. છતાં કૃષ્ણ સર્પથી મત, પ્રત્યય નકામો જવાથી આવો લૌકિક પ્રયોગ છે. એવં પ્રયોગજન્ય સાધુત્વથી અને લૌકિક પ્રયોગથી આ નિયમ સર્વવ્યાપી નથી-કવચિત થનારો નિયમ છે.
(અથવા પૃથ્વીકાય આદિ જાતિવાચક શબ્દોથી મનુ અર્થવાળા પ્રત્યયો કૃષ્ણસર્પ-વવલ્મીક ન્યાયથી સિદ્ધ છે.)
આદિ પદથી અકાયિક, તેજસ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકોનું ગ્રહણ છે. સ્પર્શન ઇન્દ્રિય જ માત્ર હોવાથી પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય છે એમ જાણવું.
જો કે પૃથિવીકાયિક આદિમાં જીવના લક્ષણ રૂપ ઉપયોગ વગેરે વ્યક્ત રૂપે જણાતાં નથી, તે પણ ઉન્માદક ધતુરો ઔષધી આદિથી યુક્ત મદિરા આદિના અત્યંત પાન દ્વારા પિત્તના પારાવાર ઉદયથી આકુલવ્યાકુલ અંત:કરણવાળા અર્થાત્ મત્ત-મૂચ્છિત-સુપ્ત પુરુષમાં જેમ અવ્યક્ત ચેતના છે, તેમ આ પૃથિવીકાયિક આદિ જીવોમાં અવ્યક્ત ચૈતન્ય માનવું જ જોઈએ.
શંકા- મત્ત, મૂચ્છિત કે સુપ્તપુરુષમાં અવ્યક્ત ચેતનાને વ્યક્ત કરનારા શ્વાસોશ્વાસ વગેરે ચિન્હો વ્યક્ત દેખાય છે અને પૃથિવીકાયિક આદિ જીવોમાં અવ્યક્ત ચેતનાવ્યંજક ચિન્હો ક્યાં વ્યક્ત દેખાય છે?
સમાધાન- અર્શના વિકાર રૂપ હરસ-મસા, માંસ અને ડાભ વગેરેના અંકૂરની જેમ પરવાળા, પાષાણ વગેરે પૃથ્વીનો છેદ થવા છતાં ફરીથી સમાન વસ્તુ પેદા થાય છે.
પરવાળા આદિ સમાન ધાતુની ઉત્પત્તિ, તેમજ સમાનજાતીય લતાનો ઉદ્દભેદ ઇત્યાદિ ચેતનાદ્યોતક ચિન્હો પ્રગટ છે. વળી કઠિન પુદ્ગલ રૂપ પાષાણ આદિ પણ શરીરમાં વ્યાપક હાડકાની માફક ચેતનાવાળા છે-એમ જાણવું
અહીં પૃથ્વીકાયિક આદિ જીવોની સિદ્ધિમાં આ પ્રમાણે જાણવું કે-પૃથ્વીકાયિક જીવો છે, કેમ કે-જીવથી અધિતિ શરીરની ઉપલબ્ધિ (સાક્ષાત્કાર) છે. જેમ કે-ગાય, ઘોડા આદિ.