________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર
મમત્વનો અને રાગનો અભાવ ભાવવિશુદ્ધિછે, અર્થાત્ બીજાને દ્રોહ દીધા વિના પોતાનું કાર્ય કરવું તે ભાવવિશુદ્ધિ છે. નિષ્કલ્મષતા એટલે નિર્મલતા. રજોહરણ, મુહપત્તિ, ચોલપટ્ટો અને પાત્ર વગેરે ધર્મસાધનનું પિરમાણ છે, અર્થાત્ સાધુએ શાસ્ત્રોક્ત પરિમાણ પ્રમાણે ધર્મસાધનો રાખવાના છે. તેમાં પણ રાગથી રહિત હોય, અર્થાત્ મૂર્છાથી રહિત હોય. અશુચિ જીવ ભાવમળથી યુક્ત હોય. લોભકષાય ભાવમળ છે. તેનો ત્યાગ કરવો જોઇએ. ‘શૌવં ધર્મ:' કૃતિ, શરીરના મહાવ્રણનું પ્રક્ષાલન ક૨વું વગેરે દ્રવ્યશૌચ છે. શરીરને લેપથી(=અશુચિથી) રહિત અને દુર્ગંધથી રહિત બનાવવા રૂપ દ્રવ્યશૌચ આગમોક્ત વિધિથી પ્રાસુક અને એષણીય પાણી વગેરેથી કરવું.
હવે અવસરથી પ્રાપ્ત થયેલા ધર્મના પાંચમા અંગનો નિર્દેશ કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે—
૬૨
સત્ એટલે વિદ્યમાન. અનેક ધર્મવાળો જે વિદ્યમાન અર્થ (વસ્તુ) તે સત્ અર્થ છે. સત્ અર્થમાં થયેલું સત્ય. યથાવસ્થિત અર્થનું (વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે વસ્તુનું) જ્ઞાન કરાવનારું વચન સત્ય છે.
પ્રશ્ન— સત્ય શબ્દની આ પ્રમાણે વ્યાખ્યા કરવાથી તો શિકારીને (મૃગો કઇ દિશામાં ગયા છે એમ પૂછે ત્યારે) મૃગોનું કથન પણ સત્ય થાય.
‘સભ્ભો વા હિત
ઉત્તર– એમ છે તો સત્ શબ્દ પ્રશંસા અર્થમાં છે. જે અર્થ પ્રશસ્ત હોય=પાપનો હેતુ ન હોય તે સત્ છે. તેમાં થયેલું વચન સત્ય છે અથવા અન્યપક્ષનો (=અન્ય અર્થનો) આશ્રય લેવાય છેસત્યમ્' કૃતિ સને જે હિતકર હોય તે વચન સત્ય છે. અહીં સત્ શબ્દથી જીવો જ ગ્રહણ કરવામાં આવે છે. કેમકે હિતશબ્દનું ગ્રહણ કર્યું છે. અજીવોનું કંઇ હિત નથી, અર્થાત્ હિત જીવોનું હોય. અજીવોનું ન હોય. આનાથી અપ્રશસ્ત અર્થ દૂર થાય છે. અથવા સામાન્યથી જીવ-અજીવનું હિત. અર્થો(=વસ્તુઓ) અનેક પર્યાયવાળા હોય તે અર્થોનું યથાવસ્થિત