________________
સૂત્ર-૬
૨૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ર્વીનતમ્ સ્થાવર અને જંગમ જીવથી રહિત. તેમાં સ્થાવર એટલે સચિત્ત અને મિશ્ર એવા પૃથ્વીકાય આદિ પાંચ. કીન્દ્રિય વગેરે જંગમ છે. તેનાથી રહિત સ્થાનને ચક્ષુથી જોઇને અને રજોહરણથી પ્રમાર્જીને વસ્ત્ર-પાત્રકફ-મેલ-ભક્ત-પાન-મૂત્ર-મળ આદિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ છે. રૂતિ શબ્દ પરિસમાપ્તિને કહેનારો છે. કહ્યું છે કે
પરઠવવા યોગ્ય વસ્તુને સૂત્રોક્ત વિધિથી પરઠવતા સાધુને વ્યુત્સર્ગમાં સમિતિ કહી છે. (૧). “આ પ્રમાણે અપ્રમત્તયોગવાળા અને સદા યતના કરતા સાધુને મિથ્યાત્વ અને અવિરતિ નિમિત્તે આવતું કર્મ રોકાયેલું થાય છે. (૨). (૯-૫) ___टीकावतरणिका- अत्राह-उक्तं गुप्तिसमितीनां संवरहेतुत्वम्, अधुना को धर्मः संवरस्य कारणमिति वक्तव्यं, साध्वगारिधर्मभेदादिति संदेहस्य प्रश्नः, उच्यते, सत्यपि अविशेषाभिधाने न पुण्यकर्म धर्मः, किं तर्हि ?, संवरोपादानसामर्थ्यनिमित्तं यो धर्मः स उच्यते
ટીકાવતરણિતાર્થ– અહીં કોઈ કહે છે- આપે ગુપ્તિ-સમિતિ સંવરનું કારણ છે એમ કહ્યું. હવે સંવરનું કારણ કયો ધર્મ છે એમ કહેવું જોઇએ. સાધુ-ગૃહસ્થના ભેદથી ધર્મ બે પ્રકારનો છે. આથી આ બે ધર્મમાંથી ક્યો ધર્મ સંવરનું કારણ છે એવો સંદેહ જેને થયો છે તેનો આ પ્રશ્ન છે.
તેનો આ ઉત્તર છે- અહીં “ધર્મ” એમ સામાન્યથી કહ્યું હોવા છતાં પુણ્યકર્મ ધર્મ નથી, અર્થાત્ જેનાથી પુણ્યકર્મનો બંધ થાય તે ધર્મ અહીં ધર્મ તરીકે વિવક્ષિત નથી. તો ધર્મ શું છે? જે ધર્મ સંવરને ઉત્પન્ન કરવાના સામર્થ્યમાં નિમિત્ત હોય તે ધર્મ કહેવાય છેધર્મનું વર્ણન૩ત્તમ: ક્ષમા-માવાનૈવ-શૌર-સત્ય-સંયમ-તપ
શિશ્ચન્ય-શ્રાવ િથર્ષ: ૨-દા સૂત્રાર્થ– ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય ધર્મ છે. (૯-૬).