________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૪ માટે થાય એમ જણાવવા માટે સમ્યગ્દર્શનપૂર્વક પદ મૂકવામાં આવેલ છે. સર્જનપૂર્વમ્ એ સ્વીકારક્રિયાનું વિશેષણ છે. સમ્યગ્દર્શન પ્રશમસંવેગ-નિર્વેદ-આસ્તિક્ય-અનુકંપાની અભિવ્યક્તિ સ્વરૂપ છે. સમ્યગ્દર્શન જે અભ્યાગમની પૂર્વમાં છે તે સમ્યગ્દર્શનપૂર્વક અભ્યપગમ છે.
ત્રિવિધસ્ય યોગાસ્ય’ એ પ્રમાણે મૂળભેદોનું કથન છે. કારણ કે ઉત્તરભેદો મૂળભેદોને ઓળંગતા ન હોવાથી(=ઉત્તરભેદોનો મૂળભેદોમાં સમાવેશ થઈ જતો હોવાથી) મૂળભેદોને કહેવાથી ઉત્તરભેદોનો પરિગ્રહ થઈ જાય છે. નિગ્રહ એટલે પોતાના વશમાં રાખવા. સ્વતંત્રતાનો પ્રતિષેધ થવાથી મુક્તિમાર્ગને અનુકૂળ પરિણામ ગુપ્તિ છે. ગુતિ ભયંકર કર્મબંધ રૂ૫ શત્રુથી સંરક્ષણ કરનાર છે. યોગના ત્રણ પ્રકારોનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
“યાતિવર્મિનોવિ:' ત આગમના આધારે કાયાનું ઉન્માર્ગગમનથી રક્ષણ કરવું. તે પ્રમાણે સંરક્ષણ કરાયેલી કાયા આત્માનો ઘાત કરતી નથી. એ પ્રમાણે વચનગુપ્તિ અને કાયમુર્તિની પણ વ્યાખ્યા કરવી. રૂતિ શબ્દ અવધારણના અર્થવાળો છે. મૂળભેદથી યોગ ત્રણ પ્રકારનો જ છે. નિગ્રહ કરવા યોગ્ય ત્રણ યોગમાં પહેલા કાયયોગનો નિગ્રહ જ કહેવાય છે.
શયન– શયન એટલે આગમમાં કહેલા નિદ્રારૂપ મોક્ષનો કાળ. તે કાળ રાત્રે જ છે. બિમારી આદિ સિવાય દિવસે નિદ્રાનો કાળ નથી. રાત્રિમાં પણ રાત્રિનો પહેલો પ્રહર પૂર્ણ થયે છતે ગુરુને પૂછીને પ્રમાણયુક્ત વસતિમાં શયન કરે. પાત્ર સહિત સાધુનું ત્રણ હાથ પ્રમાણ ૧. અહીં મોક્યતે ટુ મનેન તિ મોક્ષ એવી વ્યુત્પત્તિવાળો અર્થ કરવો. જેટલો સમય માણસ નિદ્રામાં હોય તેટલો સમય દુઃખથી મુક્ત થાય છે. આથી નિદ્રા પણ મોક્ષ છે. માટે અહીં નિદ્રારૂપ મોક્ષ એવો અર્થ કર્યો છે. ૨. અહીં ત્રણ હાથની ગણતરી આ પ્રમાણે છે- પ્રથમ અઠાવીસ અંગુલ પહોળો સંથારો પછી વીસ અંગુલ ખાલી જગ્યા પછી ચોવીશ અંગુલ પાત્રાની જગ્યા આમ (૨૮+૨૦+૨૪)=૭ર અંગુલ==ણ હાથ થાય.