________________
સૂત્ર-૫૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૯૧ સુધીનું શ્રત હોય છે. બકુશ, કુશીલ અને નિગ્રંથોને જઘન્યથી આઠ પ્રવચનમાતા જેટલું શ્રત હોય છે. કેવલી ભગવંત શ્રુતરહિત હોય છે.
આગમનો પાઠ તો આનાથી બીજી રીતે છે. તે આ પ્રમાણે- હે ભગવંત! પુલાક કેટલું શ્રુત ભણે? હે ગૌતમ ! પુલાક જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચારવટુ સુધીના મૃતને ભણે. ઉત્કૃષ્ટથી સંપૂર્ણ નવપૂર્વ ભણે. બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ બે જઘન્યથી આઠ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી નવ પૂર્વો ભણે. કષાયકુશીલ અને નિગ્રંથો જઘન્યથી અષ્ટ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો ભણે.
પ્રતિસેવનાકાર- હવે પ્રતિસેવનાને આશ્રયીને કહેવાય છે–
“પ્રતિસેવનાશિના ત્યાદિ પ્રાણાતિપાતનિવૃત્તિ વગેરે પાંચ અને રાત્રિભોજનવિરતિ એ (છ) મૂળગુણો છે. બીજાના દબાણથી મૂળગુણોને સેવે છે. “પરમિયો દ્રિત્યાદ્રિ” આની વ્યાખ્યા બળાત્કારથી એ પ્રમાણે છે. બીજાઓથી જ્યારે બળાત્કાર કરાયેલો પ્રેરાયેલો થાય છે ત્યારે મૂળગુણના ભંગમાં પ્રવર્તે છે. પરંતુ પોતાની ઇચ્છાથી જ નહિ. બીજાઓથી=રાજા આદિથી બળાત્કારે પ્રવર્તાવાય છે. આ પ્રમાણે કોઇપણ એક મૂળગુણને સેવતો પુલાક થાય છે. કેટલાકો એમ કહે છે કે- પુલાક આ પ્રમાણે પરાભિયોગથી કે બળાત્કારથી મૈથુન જ સેવડાવાય છે. (બળાત્કારે) પ્રાણાતિપાત વગેરે સેવતો નથી. આ વિશે આગમ બીજી રીતે જ છે– પ્રશ્ન- હે ભગવંત શું પુલાક પ્રતિસેવક હોય છે કે અપ્રતિસેવક? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસેવક હોય અપ્રતિસેવક ન હોય. પ્રશ્ન- જો પ્રતિસેવક હોય તો મૂળગુણ પ્રતિસેવક છે કે ઉત્તરગુણ પ્રતિસેવક છે?
ઉત્તર- મૂળગુણ પ્રતિસેવક હોય, ઉત્તરગુણ પ્રતિસેવક પણ હોય. મૂળગુણને સેવતો તે પાંચ મહાવ્રતોમાંથી કોઈ એક મહાવ્રતને સેવે (=મહાવ્રતોમાં દોષ લગાડે) ઉત્તરગુણને પ્રતિસેવતો તે દશ પ્રકારના