________________
૨૬૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૪૭ નિર્જરા વધારે થાય. એથી સાધુઓ કરતાં પણ તિર્યંચો અને નારકો અધિક કષ્ટ સહન કરતા હોવાથી તેમને અધિક નિર્જરા થવી જોઈએ તથા સાધુ કરતા એમનો મોક્ષ વહેલો થવો જોઈએ. માત્ર કાયકષ્ટથી તપસ્વી કહેવાય તો તિર્યંચો અને નારકોને મહાન તપસ્વી કહેવા જોઈએ.
ઉત્તર- આ પ્રશ્નના સમાધાન માટે પ્રથમ નિર્જરાનો અર્થ બરાબર સમજી લેવાની જરૂર છે. નિર્જરાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદો છે. આત્મામાંથી કર્મપ્રદેશોનું છૂટા પડવું એ દ્રવ્યનિર્જરા છે. કર્મપ્રદેશોને છૂટા પાડનાર આત્માના શુદ્ધ પરિણામ=અધ્યવસાય ભાવનિર્જરા છે. આમાં ભાવનિર્જરા જ મુખ્ય નિર્જરા છે. ભાવનિર્જરા વિના થતી દ્રવ્યનિર્જરાથી આત્મા સર્વથા કર્મમુક્ત બની શકતો નથી. દ્રવ્યનિર્જરા બે કારણોથી થાય છે. (૧) કર્મની સ્થિતિના પરિપાકથીઅને (૨) આત્માના શુદ્ધ પરિણામરૂપભાવનિર્જરાથી. કર્મની સ્થિતિના પરિપાકથી થતી નિર્જરા તો દરેક જીવને થઇ રહી છે. એ નિર્જરાનું જરાય મહત્ત્વ નથી. શુદ્ધ પરિણામરૂપ ભાવનિર્જરાથી થતી દ્રવ્યનિર્જરાની જ મહત્તા છે. આથી પ્રસ્તુતમાં આ જ નિર્જરા ઈષ્ટ છે.
હવે અહીં નિર્જરાના જે બે કારણો બતાવ્યા તેમાં તપનો સમાવેશ તો થયો નહિ. જ્યારે શાસ્ત્રકારો તો તપને નિર્જરાનું કારણ કહે છે, તો આમાં તથ્ય શું છે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન આ પ્રમાણે છે- તપ ભાવનિર્જરાનું આત્માના શુદ્ધ પરિણામોનું કારણ બનવા દ્વારા નિર્જરાનું કારણ છે. તપથી ભાવનિર્જરા આત્માના શુદ્ધ પરિણામો થાય છે અને એનાથી દ્રવ્યનિર્જરા થાય છે. તપનું સેવન કરવા છતાં જો ભાવનિર્જરા ન થાય તો તપથી (પ્રસ્તુતમાં ઇષ્ટ) નિર્જરા થતી નથી. આથી જ ભાવનિર્જરામાં કારણ ન બનનાર તપ વાસ્તવિક તપ નથી કિંતુ માત્ર કાયક્લેશ છે. ભાવનિર્જરામાં કારણ બનનાર તપ જ વાસ્તવિક તપ છે. અહીં એ તપની ગણતરી કરવામાં આવી છે.
હવે એ પ્રશ્ન બાકી રહે છે કે અત્યંતર તપની આત્મા ઉપર અસર થતી હોવાથી આત્મામાં શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે. એથી અત્યંતર તપ