________________
૧૯૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨૨
“જાયોત્સરળંવ” રૂતિ, કાય એટલે શરીર. ઉત્સર્ગએટલે ત્યાગ. ભાવથી કાયાનો ત્યાગને કાયોત્સર્ગ. કારણ કે સુવિશુદ્ધભાવવાળા પણ મારી આ કાયા બળથી(=ઈચ્છા વિના) છ જવનિકાયોમાં પડી છે. માટે મારો ભાવથી દોષ નથી. હિંસાના ત્યાગીને આવા પ્રકારનું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
તદુભય પ્રાયશ્ચિત્તના નિરૂપણ માટે કહે છે- “હુમયમાતો વનપ્રતિમને રૂતિ આલોચન અને પ્રતિક્રમણનું વ્યાખ્યાન કર્યું. આલોચન અને પ્રતિક્રમણ એ જ ઉભયપ્રાયશ્ચિત્ત છે. પહેલાં આલોચન. પછી ગુરુથી આજ્ઞા કરાયેલાનું(=અપાયેલાનું) પ્રતિક્રમણ. આ ઉભય પ્રાયશ્ચિત્ત સંભ્રમ-ભયઅનુરાગ-સહસા-અનાભોગ-પરાધીનતાવાળાને અને દુષ્ટચિંતનદુષ્ટભાષણ-દુષ્ટક્રિયાવાળા સાધુને હોય. અર્થાત્ સંભ્રમ આદિના કારણે થતા દોષમાં અને દુષ્ટચિંતન આદિમાં તદુભય પ્રાયશ્ચિત્ત હોય.) હવે વિવેક પ્રાયશ્ચિત્તનો અવસર છે
વિવેજો વિવેવનમ્ રૂત્યાદિ વિવેક એટલે ત્યાગનો પરિણામ. વિવેચન એટલે ભાવની વિશુદ્ધિ. વિશોધન એટલે અશુદ્ધિના અંશોથી રહિત કરવું. પ્રત્યુપેક્ષણ એટલે ફરી જોવું, ઝાટકવું(Gઝાટકીને જોવું), પ્રયત્નથી જોવું એ જ પ્રત્યુપેક્ષણ છે. અતિશય અલ્પ પણ અશુદ્ધ અવયવ નથી એમ જણાય તો) વિશુદ્ધિ છે.
આ પર્યાય શબ્દો અભિન્ન(=એક જ) અર્થને કહે છે. વિવેકપ્રાયશ્ચિત્તના વિષયને બતાવે છે- તે વિવેક (જીવોથી) સંસક્ત અન્ન-પાન અને ઉપકરણાદિમાં છે, અર્થાત્ સંસક્ત અન્નપાનાદિનો ત્યાગ કરવો એ વિવેક પ્રાયશ્ચિત્ત છે. પહેલાં ઉપયોગપૂર્વક ગીતાર્થે ગ્રહણ કર્યું, પછી ગ્રહણ કરેલું ત્યાગને યોગ્ય છે એમ જાણ્યું. અન્ન-પાનના ગ્રહણથી પિંડનું ગ્રહણ કર્યું છે. ઉપધિથી ઔધિક અને ઔપગ્રહિક બંને પ્રકારની ઉપધિનું ગ્રહણ કરવું. શય્યા એટલે ઉપાશ્રય. આદિ શબ્દના ગ્રહણથી ૧. સાથવા આદિમાં જીવો છે કે નહિ તે માટે નિરીક્ષણ કરે. છતાં ઉપર જીવો ન હોય અને
અંદર ભળેલા હોય. તેથી જરા જરા ઝાટકે. એથી જીવો અંદર ભળેલા હોય તો બહાર દેખાય. આમ પ્રયત્નથી નિરીક્ષણ કરવું તે પ્રત્યુપેક્ષણ છે.