________________
૧૭૪
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧૯
ભક્તપ્રત્યાખ્યાન- ભક્તપ્રત્યાખ્યાન ગચ્છમાં રહેલાને હોય. ભક્તપ્રત્યાખ્યાન સ્વીકારનાર ક્યારેક ત્રણ પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરે, ક્યારેક ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરે. અંતે કોમળ સંથારામાં રહીને સઘળાનું પ્રત્યાખ્યાન કરે. શરીરાદિ ઉપકરણના મમત્વનો ત્યાગ કરે. સ્વર્ય નમસ્કારમંત્રને યાદ કરે અથવા પાસે રહેલા સાધુઓ નમસ્કારમંત્રને સંભળાવે, ઉદ્વર્તન-પરિવર્તનને કરતો તે સમાધિથી કાળ કરે છે=મરણ પામે છે. આ ભક્તપ્રત્યાખ્યાન મરણ છે.
અવમૌદર્ય તપ અનશન કહ્યું. હવે અવમૌદર્ય કહેવાય છે– “નવમર્ચન તિ, અવમ-ન્યૂન ઉદર જેનું છે તે અવમોદર. તેનો ભાવ તે અવમૌદર્ય. અવમૌદર્ય એટલે ન્યૂનોદરપણું. કોળિયાના પ્રમાણનું નિરૂપણ કરવા માટે કહે છે- ઉત્કૃષ્ટ રૂલ્યતિ મુખવિવરને પ્રયત્નથી વિકૃત કરીને કોળિયો મોટા પ્રમાણવાળો કરીને નંખાય તે ઉત્કૃષ્ટ છે. અત્યંત નાનો કોળિયો અવકૃષ્ટ છે. તે બેને છોડીને સ્વમુખને વિકૃત કર્યા વિના મધ્યમ કોળિયાથી અવમૌદર્ય કરવું.
તદ્યથા' ઇત્યાદિથી ત્રણ પ્રકારનાં અવમૌદર્યને પ્રત્યક્ષ કરે છે. અલ્પાહાર અવમૌદર્ય, ઉપાધુ અવમૌદર્ય અને પ્રમાણપ્રાપ્તથી કંઈક ન્યૂન અવમૌદર્ય. તેમાં પુરુષનો આહાર બત્રીસ કોળિયા પ્રમાણ છે, આઠ કોળિયા જેટલો આહાર અલ્પાહાર અવમૌદર્ય છે. બાર કોળિયા જેટલો આહાર ઉપાધુ અવમૌદર્ય છે. અર્ધની નજીક તે ઉપાધે. બાર કોળિયા આહાર ઉપાધે છે. કારણ કે ચાર કોળિયા નાખવાથી સંપૂર્ણ અધું થાય છે. પ્રમાણપ્રાપ્ત આહાર બત્રીસ કોળિયા છે. તે એક કોળિયાથી ન્યૂન કંઈક ન્યૂન અવમૌદર્ય થાય છે. તિ શબ્દ પ્રકાર અર્થવાળો છે. પ્રમાણપ્રાપ્ત અવમૌદર્ય ચોવીસ કોળિયા છે. ત્રણ પ્રકારના અવમૌદર્યમાં ૧. પાસું બદલી બીજા પડખે સૂવું તે ઉદ્વર્તન, પુનઃ તે જ પડખે સૂવું તે પરિવર્તન.