________________
સૂત્ર-૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૪૧ છે. જેમના સૂત્ર અને અર્થો પૂર્ણ નથી થયા અને એના કારણે ન્યૂન સૂત્રાર્થવાળા હોય તે ગચ્છપ્રતિબદ્ધ હોય. તેમાં કેટલાક યથાસંદિકોર જિનકલ્પિક હોય છે. તેમાં જિનકલ્પિક યથાસંદિકો શરીરના પ્રતિકર્મથી રહિત હોય છે. રોગ ઉત્પન્ન થવા છતાં ચિકિત્સા ન કરાવે. ચક્ષુમળ વગેરેને પણ દૂર ન કરે. સ્થવિરકલ્પિક યથાસંદિકો જેને રોગ ઉત્પન્ન થયો હોય તેને ગચ્છમાં મૂકે. ગચ્છ પણ પ્રાસુક-એષણીય ઔષધ આદિથી ચિકિત્સાકર્મ કરે. સ્થવિરકલ્પિકો એક એક પાત્રને ધારણ કરે અને વસ્ત્રસહિત હોય છે. જિનકલ્પિકોને વસ્ત્ર-પાત્રોમાં વિકલ્પ હોય. એક સ્થળે પાંચ અહોરાત્ર રહેનારા હોય. ગણનું પ્રમાણ (એક ગણમાં પાંચ પુરુષો હોય. આવા ગણો) જઘન્યથી ત્રણ ગણો અને ઉત્કૃષ્ટથી સેંકડો (શતપૃથફત્વ) ગણો હોય.
ભિક્ષાચર્યા– (પેટા, અર્ધપેટા, અંતરસંબૂકા, બાહ્યગંધૂકા, પતંગવીથિ અને ગોમૂત્રિકાએ છ શેરીઓની કલ્પના કરીને) એક એક શેરીમાં પાંચ પાંચ દિવસ ભિક્ષા માટે ફરે. આ રીતે છ શેરીઓમાં ફરતા માસકલ્પ પૂર્ણ થાય.
શુદ્ધ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ એ બંનેમાં યથાસંદિકો હોય.
આ પ્રમાણે જિનકલ્પિકો વગેરે ગચ્છનિર્ગત(ગચ્છથી અલગ રહેનારા) હોય. તેમાં જો આવા પ્રકારનું નાન્ય અભિપ્રેત હોય તો આગમની સાથે વિરોધ નથી. હવે જો વસ્ત્રમાત્રનો ત્યાગ એવું નાન્ય અભિપ્રેત હોય તો એ નાન્ય અપ્રમાણ છે અને જિનશાસનને અનુસરનારાઓના મનને ખુશ કરતું નથી.
સ્થવિરકલ્પિકો તો ચૌદ પ્રકારની ઉપધિવાળા, ઉત્સર્ગ-અપવાદથી વ્યવહાર કરનારા અને ઔપગ્રહિક ઉપધિને ધારણ કરનારા હોય છે. ૧. ન્યૂન સૂત્રાર્થવાળા યથાસંદિકો ગચ્છપ્રતિબદ્ધ હોય. ન્યૂન સૂત્રાર્થવાળા પૂર્ણ સૂત્રાર્થવાળા બને
તે અંગેનો વિધિ બૃહત્કલ્પ, પ્રવચનસારોદ્ધાર અને ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં જણાવ્યો છે. ૨. યથાસંદિકોના જિન અને સ્થવિર એમ બે પ્રકારો છે. તેમાં જેઓ યથાલદિક પૂર્ણ થયા પછી જિનકલ્પને સ્વીકારે તે જિન અને ગચ્છનો આશ્રય લે તે સ્થવિરો જાણવા.