________________
સૂત્ર-૯ શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૩૯ દશ પ્રકારની સામાચારીમાં જિનકલ્પીને પાંચ સામાચારી હોય. તે પાંચ સામાચારી આ છે- આપૃચ્છના, મિથ્યાદુષ્કૃત, આવશ્યકી, નિષીપિકી અને ગૃહસ્થોપસંપદ્ અથવા ઉપરની આવશ્યકી વગેરે ત્રણ સામાચારી હોય.
તેમની શ્રુતસંપત્તિ પણ જઘન્યથી નવમા પૂર્વની આચારવસ્તુ સુધી હોય. આચારવસ્તુમાં કાળ જાણવા યોગ્ય છે, અર્થાત્ આચારવસ્તુને જે જાણે તે સૂત્રપાઠ આદિથી આટલા સૂત્રનો પાઠ થયો માટે આટલો કાળ થયો ઈત્યાદિ રીતે કાળને જાણી શકે છે. ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વે હોય, પણ દશ પૂર્વે સંપૂર્ણ ન હોય.
વજઋષભનારા સંતનનવાળા તે વજની ભીંત સમાન વૈર્યવાળા હોય. તેમની સ્થિતિ પણ ક્ષેત્ર વગેરેને આશ્રયીને અનેક પ્રકારની છે. ક્ષેત્રને આશ્રયીને જન્મથી અને સદૂભાવથી સઘળી કર્મભૂમિઓમાં હોય, સંહરણના કારણે ક્યારેક કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં હોય. કાળને આશ્રયીને અવસર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં જન્મ અને ત્રીજા-ચોથાપાંચમા આરામાં સદ્ભાવ હોય. ચોથા આરામાં જન્મેલો પાંચમા આરામાં દીક્ષા લે. ઉત્સર્પિણીમાં દુષ્યમા વગેરે ત્રણ કાલ વિભાગોમાં જન્મ અને બેમાં સદ્ભાવ હોય. જિનકલ્પનો સ્વીકાર સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં હોય.
આ પ્રમાણે તીર્થ, પર્યાય, આગમ અને વેદ આદિની પણ સ્થિતિ ઉપયોગ રાખીને આગમના અનુસારે કહેવી.
પૂર્વપક્ષ-અચેલક વગેરેદશ પ્રકારનો કલ્પ છે. તેમાં આચેલક્ય સ્પષ્ટ જ કહેવાયેલ છે. તેમાં મધ્યમ તીર્થકરોના તીર્થમાં રહેલા સામાયિકચારિત્રી સાધુઓનો ચાર પ્રકારનો કલ્પ અવસ્થિત છે અવશ્ય કરવા યોગ્ય છે. કહ્યું છે કે- “શય્યાતરપિંડનો ત્યાગ, વંદન, ચારવ્રતો અને પુરુષપ્રધાનતાએ ચાર કલ્પો અવસ્થિત છે.” (૧) છ પ્રકારનો કલ્પ અનવસ્થિત છે. કહ્યું છે કેઆચેલક્ય, શિક, રાજપિંડત્યાગ, માસકલ્પ, ચાતુર્માસ અને