________________
સૂત્ર-૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૭૫ આ તપ છ માસ અને સાત દિવસે પૂર્ણ થાય. આને ચારગણું કરતા બે વર્ષ અને અઠાવીસ દિવસો થાય. તેત્રીસ દિવસો પારણાના થાય.
મહાસિંહવિક્રીડિત તપની રચના આ પ્રમાણે છે ઉપવાસ-છઠ્ઠ, ઉપવાસ-અટ્ટમ, છઠ્ઠ-ચાર ઉપવાસ, અઠ્ઠમ-પાંચ ઉપવાસ, ચાર ઉપવાસછ ઉપવાસ, પાંચ ઉપવાસ-સાત ઉપવાસ, છ ઉપવાસ-આઠ ઉપવાસ, સાત ઉપવાસ-નવ ઉપવાસ, આઠ ઉપવાસ-દસ ઉપવાસ, નવ ઉપવાસઅગિયાર ઉપવાસ, દસ ઉપવાસ-બાર ઉપવાસ, અગિયાર ઉપવાસ-તેર ઉપવાસ, બાર ઉપવાસ-ચૌદ ઉપવાસ, તેર ઉપવાસ-પંદર ઉપવાસ, ચૌદ ઉપવાસ-સોળ ઉપવાસ. ત્યાર પછી આદ્ય અર્ધાની જ ઊલટા ક્રમથી સોળ ઉપવાસ વગેરેની રચના કરવી જેથી છેલ્લે ઉપવાસ આવે.
આનો કાળ એક વર્ષ, છ માસ, અઢાર દિવસ છે. આ કાળ ચારગણો કરવાથી છ વર્ષ, બે માસ અને બાર દિવસ થાય. બાકીનું પૂર્વવત્ જાણવું. તથા બીજું તપ
સપ્ત-સમિકા, અષ્ટાક્ટમિકા, નવનવમિકા અને દશદશમિકા એ પ્રમાણે ચાર પ્રતિમાઓ છે. તેમાં પ્રથમ પ્રતિમામાં અહોરાત્રના સાત સપ્તક છે, અર્થાત્ ઓગણપચાસ દિવસ છે, અષ્ટાક્ટમિકામાં અહોરાત્રના આઠ અષ્ટક ૬૪ દિવસો છે. નવ નવમિકામાં એક્યાસી અહોરાત્ર છે. દશ દશમિકામાં સો દિવસ છે. અહોરાત્રમાનવાળી સર્વ પ્રતિમાઓમાં, પહેલી પ્રતિમામાં એક-એક દત્તિનું ભોજન કરવાનું હોય છે. સર્વત્ર એટલે ચારેય પ્રતિમાઓમાં પહેલા સપ્તકમાં, પહેલા અષ્ટકમાં, પહેલા નવકમાં અને પહેલા દશકમાં એમ દરેક બારીમાં એકેક દત્તિનું ભોજન કરવાનું હોય છે. બીજા સપ્તકમાં, બીજા અષ્ટકમાં, બીજા નવકમાં અને બીજા દશકમાં બે-બે દત્તિનું ભોજન કરવાનું હોય છે. એ પ્રમાણે બાકીના પણ સતકાદિમાં એકેક દત્તિની વૃદ્ધિ કરવી, અર્થાત્ ત્રીજા સપ્તકમાં ત્રણ દત્તિ, ચોથા સપ્તકાદિમાં ચાર દત્તિ વગેરે. સાતમા સપ્તકમાં સાત ભિક્ષા, અર્થાત્ સાત દત્તિ, આઠમા અષ્ટકમાં આઠ ભિક્ષા (આઠ દત્તિ), નવમા