________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
આના પારણાના અઠ્યાસી (૮૮) દિવસો છે. પારણાના દિવસોની સાથે તપના દિવસો ભેગા કરવાથી સઘળો કાળ એક વર્ષ, પાંચ મહિના અને ૧૨ દિવસો(=૫૨૨ દિવસો) થાય. ચાર રત્નાવલીઓ છે. (આથી) વર્ષ વગેરે સંખ્યાને ચાર ગણી કરવી. કુલ પાંચ વર્ષ નવ મહિના ૧૮ દિવસો થયા. પારણાની વિધિ પૂર્વવત્ જાણવી.
૭૩
હવે મુક્તાવલી આ પ્રમાણે છે– (૧) પહેલાં ઉપવાસ-છઠ્ઠ (૨) પછી ઉપવાસ-અઠ્ઠમ (૩) પછી ઉપવાસ-ચાર ઉપવાસ (૪) પછી ઉપવાસપાંચ ઉપવાસ (૫) ઉપવાસ-છ ઉપવાસ (૬) ઉપવાસ-સાત ઉપવાસ (૭) ઉપવાસ-આઠ ઉપવાસ (૮) ઉપવાસ-નવ ઉપવાસ (૯) ઉપવાસદસ ઉપવાસ (૧૦) ઉપવાસ-અગીયાર ઉપવાસ (૧૧) ઉપવાસ-બાર ઉપવાસ (૧૨) ઉપવાસ-તેર ઉપવાસ (૧૩) ઉપવાસ-ચૌદ ઉપવાસ (૧૪) ઉપવાસ-પંદર ઉપવાસ (૧૫) ઉપવાસ-સોળ ઉપવાસ (૧૬)
હવે પછી ૧૬ ઉપવાસ વગેરે બીજા અર્ધાની ઊલટા ક્રમથી સ્થાપના કરવી જેથી છેલ્લે ઉપવાસ આવે.
આમાં ત્રણસો ને સાઇઠ (૩૬૦) દિવસ=૧ વર્ષ થાય. આને ચાર ગણું કરતાં ચાર વર્ષ થાય.
એમાં પારણાના દિવસો પણ ઉમેરવા. વિધિ પૂર્વવત્ જાણવી. તથા અન્ય તપવિશેષ તે બે સિંહવિક્રીડિત છે. એક લઘુસિંહવિક્રીડિત. બીજો મહાસિંહવિક્રીડિત.
તેમાં લઘુસિંહવિક્રીડિતની રચના આ પ્રમાણે છે— ઉપવાસ-છઠ્ઠ;, ઉપવાસ-અઠ્ઠમ;, છઠ્ઠ-ચાર ઉપવાસ, અઠ્ઠમ-પાંચ ઉપવાસ, ચાર ઉપવાસ-છ ઉપવાસ, પાંચ ઉપવાસ-સાત ઉપવાસ, છ ઉપવાસ-આઠ ઉપવાસ, સાત ઉપવાસ-નવ ઉપવાસ, પછી આઠ ઉપવાસ. ફરી આદ્ય અર્ધાની જ ઊલટા ક્રમથી નવ ઉપવાસ-સાત ઉપવાસ વગેરેની રચના કરવી. જેથી છેલ્લે ઉપવાસ આવે.