________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
ઉપેક્ષા— ફૅક્ષા એટલે ક્ષળ. ઇક્ષણ એટલે જોવું. ૩પ એટલે નજીકથી. નજીકથી એટલે રાગ-દ્વેષથી રહિત બનીને. રાગ-દ્વેષથી રહિત બનીને જોવું તે ઉપેક્ષા. અથવા રાગ-દ્વેષથી રહિત બનવું તે ઉપેક્ષા.
૫૭
‘અવિનેયાનામ્’૧ રૂતિ, જેઓ હિતશિક્ષા ગ્રહણ કરાવવા માટે સમર્થ છે, અર્થાત્ જેઓ હિતશિક્ષા આપવાને માટે યોગ્ય(=લાયક) છે તે વિનેય. જે વિનેય નથી તે અવિનેય. જેમનું ચિત્ત તીવ્ર મિથ્યાદર્શનથી પકડાયેલું છે અને જેમને પૂર્વે (કોઇનાથી) ભ્રાન્તચિત્તવાળા કરાયા છે તે જીવો અવિનેય છે.
જેવી રીતે ચેતનાથી રહિત અને શ્રોત્રાદિ ઇંદ્રિયોના વ્યાપારથી રહિત એવી સૃસ્પિડ વગેરે વસ્તુઓ ઉપદેશેલા પણ હિતને ગ્રહણ કરતી નથી તેવી રીતે તે પ્રમાણે કહેવાયેલા આ (અવિનેય) જીવો હિતકર ઉપદેશને ગ્રહણ કરતા નથી.
આને જ ‘પ્રદળ-ધારળ' ઇત્યાદિથી સ્પષ્ટ કરે છે—
ગ્રહણ– ઉપદેશનો સ્વીકાર કરવો.
ધારણ— ગ્રહણ કરેલા ઉપદેશને ન ભૂલવું. વિજ્ઞાન– આ ‘આ પ્રમાણે છે' એવું નિશ્ચિત જ્ઞાન. ઇહા– તત્ત્વને શોધનારી જિજ્ઞાસા.
અપોહ– વિચારણા કર્યા પછી.
મહામોહથી અભિભૂત— મહામોહ એટલે મિથ્યાદર્શન. તેનાથી અભિભૂત એટલે આક્રાન્ત, અર્થાત્ અભિગૃહીત મિથ્યાર્દષ્ટિ જીવો.
દુષ્ટાવગ્રાહિત– દુષ્ટ એટલે રાગાદિ દોષવાળા. તેઓથી સ્વપક્ષના અનુરાગના કારણે અને પરપક્ષના દ્વેષના કા૨ણે વસ્તુ જેવા સ્વરૂપે હોય
૧. અહીં સૂત્રમાં અને ભાષ્યમાં પણ ‘અવિનેયેવુ' એવો પાઠ પ્રસિદ્ધ છે. પણ આ ટીકાકારની પાસે ૨હેલ પ્રતના સૂત્રપાઠમાં અને ભાષ્યપાઠમાં ‘વિનેયાનામ્’ એવો પાઠ હશે. તેથી અહીં ‘અવિનેયાનામ્’ એવો પાઠ છે.