________________
૩૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૪
હોય છે. તેના ભ્રમર લલાટરૂપ લટ ઉપર ચઢાવેલા હોય છે. આથી તે જીવોને ઉદ્વેગ કરનારો હોય છે. અનુબદ્ધવૈરવાળો એટલે કાયમના વૈરવાળો. હિંસ કાયમના વૈરવાળો અને સદા વૈરની પરંપરાવાળો હોય છે. આથી તે સદા ત્રાસ પમાડનારો અને કાયમના વૈરવાળો હોય છે. આ જ લોકમાં વધ=ચાબુકાદિથી માર, પછી બેડી વગેરે બંધન, અંગુઠો પકડવો, તડકામાં રાખવો, ગરમ પાણીનો છંટકાવ વગેરે ક્લેશને પામે. આદિ શબ્દથી લટકવું, મસ્તકછેદ વગેરે ક્લેશને પામે, મરીને પરલોકમાં નાક, તિર્યંચ, કુમનુષ્ય વગેરે અશુભગતિને પામે. બિચારાઓનો આ પૂર્વ જન્મમાં કરેલા કર્મનો વિપાક છે એમ નિંદ્ય થાય. આ પ્રમાણે વિચારતો જીવ વિવેકના બળથી સર્વજીવોની દયા કરવામાં તત્પર થાય છે. આથી હિંસાથી નિવૃત્તિ એ શ્રેયસ્કર છે.
(તથા=)જેવી રીતે હિંસાકારી અનર્થોને પામે છે તેવી રીતે અસત્યવાદી પણ અશ્રદ્ધેય થાય છે, તેનું વચન શ્રદ્ધેય બનતું નથી. આ જ લોકમાં જિલ્લાછેદ વગેરે પામે છે, આદિશબ્દથી કાન, નાક, હાથ, પગનું ગ્રહણ કરવું, અર્થાત્ કાનાદિના છેદને પામે છે.
તથા અસત્યવચનથી દુ:ખી થયેલા અને (તેથી) સતત વૈરવાળા જીવોથી જિલ્લાછેદાદિથી પણ અધિક યાતનાપ્રકારોવાળા વધ-બંધાદિ દુ:ખહેતુઓને પામે છે. કારણ કે તીવ્રભાવવાળો જીવ તીવ્ર સ્થિતિરસવાળા જ કર્મને બાંધે છે. યાતનાપ્રકારો અધિક કેમ છે એ જણાવવા મિથ્યાપ્યારાનાધિવાર્ એમ જણાવ્યું છે. મિથ્યા અભ્યાખ્યાન અધિક હોવાના કારણે યાતનાપ્રકારો અધિક છે. (પ્રત્ય=)પરલોકમાં અશુભગતિને પામે છે અને નિંદ્ય થાય છે. ‘પ્રેત્ય’ ઇત્યાદિથી પરલોકસંબંધી ફળ બતાવ્યું. અસત્યવચનનો આવા પ્રકારનો વિપાક હોવાથી અસત્યવચનથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
(તથા=)જે રીતે અસત્ય બોલવા નિમિત્તે આ વિપાક કહ્યો તે રીતે બીજાનું દ્રવ્ય ચો૨વામાં જેનું ચિત્ત ચોંટેલું છે તેવો ચોર ચોરાઇ રહેલા ધનાદિના માલિકને ઉદ્વેગ ઉત્પન્ન કરે છે.