________________
૨૪૩
સૂત્ર-૩૩ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
"जं ण य दुहियं ण य दुक्खकारणं होइ दिण्णमण्णेसि । वट्टइ अणुग्गहे तं विहिज्ज दाणं असावज्जं ॥१॥" द्विपदमपि गृहिणा प्रव्रज्याभिमुखं प्रव्रज्याहं पुत्रदौहित्रभ्रातृपत्नीप्रभृति स्वामिना दत्तमनुज्ञातं प्रव्राज्यम् ॥ एवमुक्तेन न्यायेन देशकालोपपन्नमचेतनं सचेतनं वा द्रव्यजातं पात्रे गुणवति देयम्, आधाकाद्यपि देशकालाद्यपेक्षं पात्रविनियुक्तं स्वर्गसुकुलप्रत्यायाति फलमेव भवति, पारम्पर्यात् મુળવતન પતિ I૭-રૂણા
ટીકાર્થ– બીજાઓ તો ઉક્ત સંબંધને (આ પ્રમાણે) કહે છેઅતિથિસંવિભાગવ્રતમાં જણાવ્યું હોવાથી ગૃહસ્થનો અન્ય ધર્મની જેમ દાન ધર્મ પણ જણાવ્યો છે. તેમાં દાનનું લક્ષણ શું છે તે કહે છે- અનુગ્રહ માટે પોતાની વસ્તુનો ત્યાગ તે દાન.
અનુપ્રાર્થન્ જેનાથી અનુગ્રહ(=ઉપકાર) કરાય તે અનુગ્રહ. અન્નાદિ (વસ્તુ) અનુગ્રહ છે, કેમકે અન્નાદિઅનુગ્રહ ગ્રહણ કરનારને ઉપકાર કરનારી થાય છે. દાતાને મુખ્ય અને આનુષંગિક ફળવાળો થાય છે. પ્રધાન ફળ મુક્તિ છે. આનુષંગિક ફળ સ્વર્ગની પ્રાપ્તિ છે. સ્વર્ગમાંથી
વેલાને અહીં સુકુળમાં જન્મ, વૈભવ અને બોધિલાભ આદિ અનુગ્રહ થાય છે. તે (અનુગ્રહ) અર્થ પ્રયોજન જેનું છે તે અનુગ્રહાર્થ. અનુગ્રહાર્થ એટલે અનુગ્રહના પ્રયોજનવાળું. કારણ કે અનુગ્રહ શબ્દ પ્રયોજનવાચી (પ્રયોજનને કહેનારો) છે.
સ્વસ્ય તિ સ્વશબ્દ પોતે, પોતાનું, જ્ઞાતિ અને ધનાદિમાં વર્તે છે, અર્થાત્ સ્વશબ્દના પોતે, પોતાનું, જ્ઞાતિ અને ધન વગેરે અર્થો છે. અહીં પોતાનું વચનવાળો પ્રયોજેલો છે. અહીં સ્વશબ્દનો પોતાનું એવો અર્થ છે. સ્વનું એટલે પોતાનું. ન્યાયથી ગ્રહણ કરેલું હોય અને પૂર્વજોના ક્રમથી આવેલું હોય તેવું પોતાનું. અથવા ન્યાયવાળા ધંધાથી પોતાના સામર્થ્યથી ઉત્પન્ન કરેલું હોય તેવું પોતાનું.