________________
સૂત્ર-૨૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૩૧ લોભ-દ્રોહ-અભિમાન આદિ કાર્યમાં( દોષોમાં) તત્પરતાને કારણે જેને સંભ્રમત=ભય) ઉત્પન્ન થયો છે એવો તે દુષ્ટ મનને યોજે છે, અર્થાત્ દુર્ગાન કરે છે. એથી મનોદુમ્રણિધાન થાય છે. અનાદર એટલે ઉત્સાહનો અભાવ. નિયત સમયે સામાયિક ન કરવું. ગમે તેવી પ્રવૃત્તિ અનાદર છે, અર્થાત્ અનાદર એટલે એકાગ્રતાનો અભાવ. નૃત્યનુપસ્થાપન એટલે ચિત્તનું ચોતરફ ભ્રમણ, અર્થાત સ્મૃતિનું અનુપસ્થાપન એટલે સ્મૃતિનો અભાવ. કોની સ્મૃતિનો અભાવ? સામાયિક પ્રસ્તુત હોવાથી સામાયિક સંબંધી સ્મૃતિનો અભાવ. (અત્યારે) મારે સામાયિક કરવાનું છે કે નહિ? મેં સામાયિક કર્યું કે નહિ? એમ ભૂલી જાય. (ભૂલી જવું એ પણ અતિચાર છે.) કારણ કે મોક્ષના સાધનરૂપ અનુષ્ઠાનનું મૂળ સ્મરણ છે. આ પ્રમાણે આ પાંચ સામાયિક વ્રતના અતિચારો છે. (૭-૨૮) ___टीकावतरणिका-कथिताः सामायिकातिचाराः, तत्समीपोद्देशभाजः खलु पौषधोपवास्य केऽतिचारा ? इत्याह
ટીકાવતરણિતાર્થ- સામાયિકના અતિચારો કહ્યા. સામાયિકની પાસે જ નામથી નિર્દેશ કરાયેલા પૌષધોપવાસના અતિચારો ક્યા છે? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે– દશમા વ્રતના અતિચારોअप्रत्युपेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादर
મૃત્યનુપસ્થાપનાનિ ૭-૨ સૂત્રાર્થ અપ્રત્યવેક્ષિત-અપ્રમાજિંતમાં ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતના આદાન અને નિક્ષેપ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત સંસ્તારનું ઉપક્રમણ, અનાદર અને મૃત્યનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસ (પૌષધ) વ્રતના અતિચારો છે. (૭-૨૯)
भाष्यं- अप्रत्यवेक्षिताप्रमाणिते उत्सर्गः, अप्रत्यवेक्षिताप्रमार्जितस्यादाननिक्षेपौ, अप्रत्यवेक्षिताप्रमार्जितः संस्तारोपक्रमः, अनादरः, स्मृत्यनुपस्थापनमित्येते पञ्च पौषधोपवासस्यातिचारा भवन्ति ॥७-२९॥