________________
સૂત્ર-૨૧ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭
૨૦૯ અન્યસ્વરૂપ- જે વિગત લખવી જોઈએ તે ન લખતાં બીજી જ વિગત લખે, અર્થાત્ સત્ય લખવાના બદલે અસત્ય લખે.
ચાસપહાર: રૂત્યાદ્રિ રક્ષણ માટે પોતાનું દ્રવ્ય અન્યને આપે તે ન્યાસ. અપહાર એટલે સુશોભિત વચનથી અપલાપ કરવો. ન્યાસનો અપહાર તે ન્યાસાપહાર. તથા વિસ્મરણથી કરાયેલા પરના નિક્ષેપનું(થાપણનું) ગ્રહણ કરવું. અહીં ભાવાર્થ આ છે- જેણે પાંચસો રૂપિયાની થાપણ મૂકી હોય, પછી તે ૫૦૦ રૂપિયાની થાપણ મૂકી છે એમ ૫૦૦ની સંખ્યા ભૂલી જાય. થાપણ માગવાના કાળે કહે- મને બરોબર યાદ નથી આવતું કે તને ૪૦૦ રૂપિયા આપ્યા છે કે ૫૦૦ રૂપિયા જેટલા આપ્યા હોય તેટલા આપ. થાપણનું રક્ષણ કરનાર ઉત્તર આપે કે ચારસો જ આપ્યા છે. ઇત્યાદિથી બીજાએ મૂકેલી ભૂલાઈ ગયેલી થાપણને લેવી તે સત્યવ્રતનો અતિચાર છે.
“સારમગ્નપેઃ તિ શરીરના અવયવોમાં જુદી ન પડે તે રીતે રહેલી અને અંતરમાં રહેલા અભિપ્રાયને સૂચવનારી ક્રિયા એ આકાર છે. તે વિશિષ્ટ આકારની સાથે સંબંધવાળો જે અભિપ્રાય તે સાકારમંત્ર છે. તેનો ભેદ પ્રકાશન તે સાકારમંત્રભેદ. તેને જ અધિક સ્પષ્ટથી કહે છે“વૈશુન્યું ગુહ્યમન્નમેશ” રૂતિ પ્રીતિનો ઘાત કરે તે પિશુન. પિશુનનો ભાવ તે પૈશુન્ય. બેની પ્રીતિ હોય તેમાં આકારોથી એકના અભિપ્રાયને જાણીને બીજાને તે રીતે કહે કે જેથી પ્રીતિ નાશ પામે. ગુહ્ય એટલે ગુપ્ત રાખવા યોગ્ય કે જે બધાને ન કહી શકાય. મંત્ર એટલે રાજા વગેરેના કામસંબંધી ગુપ્તભાષણ. તેનો(=ગુપ્ત રાખવા યોગ્ય ગુખભાષણનો) ભેદ પ્રસિદ્ધિ કરવી તે ગુહ્યમંત્રભેદ.
આ પ્રમાણે આ સત્યવ્રત અતિચારરહિત સારી રીતે પાળવું જોઈએ. (૭-૨૧)
टीकावतरणिका-स्थूलादत्तादानविरतेरमी पञ्चातिचाराः परिहार्याःટીકાવતરણિતાર્થ-સ્થૂલ અદત્તાદાન વિરતિના આ પાંચ અતિચારોનો ત્યાગ કરવો