________________
૧૬૬
શ્રી તત્ત્વાર્થાધિગમસુત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૬
| દિવ્રત - - - મિત્ર ઇત્યાદિ ભાષ્ય છે. ઈ: પદનો સંબંધ દિશાદિ વ્રતોની સાથે છે. દિશાદિ ઉત્તર વ્રતોથી અને આદિ શબ્દના ગ્રહણથી શિક્ષાપદ વ્રતોથી યુક્ત અમારી વ્રતી થાય છે.
તે દિશાદિ વ્રતો કયા છે એમ કહે છે- તે સાત ઉત્તરગુણોમાં દિગ્ગત એટલે દશ દિશાઓમાં યથાશક્તિ ગમન પરિમાણનો અભિગ્રહ કરવો.
દિવ્રત– દિશા સંબંધી વ્રત કે દિશાઓમાં વ્રત તે દિવ્રત. પૂર્વ આદિ દિશાઓના આટલા ભાગોમાં ભારે ગમનાદિ કરવું તેનાથી આગળ નહિ.
દિશા– શાસ્ત્રમાં દિશાઓ અનેક પ્રકારની કહી છે. તેમાં સૂર્યોદયથી ઓળખાયેલી દિશા પૂર્વ દિશા છે. ત્યાર પછી ક્રમશઃ અગ્નિ ખૂણો વગેરે શેષ દિશાઓ છે.
દિશદિશાનું યંત્ર
ઈશાન
ઉત્તર
- દક્ષિણ
ઊર્ધ્વ
વાયવ્ય
પશ્ચિમ