________________
10.
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ વપરાવે છે અને એક પછી એક દવાઓ આપે છે. મને ક્યારેક આ દશ્યની સ્મૃતિ થાય છે ત્યારે મારી આંખો આંસુઓથી ભીની થઈ જાય છે.
મને જ્યારે ભૂતકાળની સ્મૃતિ થાય છે ત્યારે મુનિશ્રી (હમણા પંન્યાસ) રવિશેખરવિજયજી યાદ આવ્યા વિના રહેતા નથી. વર્ષો સુધી મારી સેવા કરીને મારી સંયમયાત્રામાં અને સાહિત્યયાત્રામાં સાથ આપ્યો છે.
વિ.સં. ૨૦૫૦માં રોષકાળમાં મને પૂના - ટીંબર માર્કેટમાં ગાઢ બિમારી આવી ત્યારે મેં જીવવાની આશા છોડી દીધી હતી તેવી અવસ્થામાં એકલા હાથે મારી સેવા કરનારા મુનિ શ્રીહર્ષશેખરવિજયજીને પણ હું કેમ ભૂલી શકું?
સહવર્તી સર્વમહાત્માઓ મારી સેવા કરવામાં સદા ઉત્સુક રહે છે આમ છતાં મારું શારીરિક આરોગ્યનું પુણ્ય અત્યંત નબળું હોવાના કારણે જેમાં સમાધિ રાખવી કઠિન બની જાય તેવી નવી નવી તકલીફો ઉત્પન્ન થયા કરે છે. આમ છતાં આવા સેવાભાવી મહાત્માઓના પ્રભાવથી મારું સંપૂર્ણ જીવન સમાધિમય બની રહે એ જ અભ્યર્થના.
આ અનુવાદમાં ગ્રંથકારના આશયથી, ભાષ્યકારના આશયથી, ટીકાકારના આશયથી અને જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તેનું મિચ્છા મિ દુક્કડ આપવાપૂર્વક મારી લેખિનીને અહીં થોભાવી દઉં છું.
- આચાર્ય રાજશેખરસૂરિ વિ.સં. ૨૦૬૬, આસો વદ-૧૨
કલ્પનગરી, મુંબઈ-મુલુંડ
૧. આ સમયે મુનિ શ્રીધર્મશેખરવિજયજી પણ પૂના હતા, તેઓ કેમ્પમાં ગાઢ બિમારીના કારણે
પથારીવશ થયેલા મુનિ શ્રીકમજિતવિજયજી મ.સા.ની સેવામાં રોકાયેલા હતા.