________________
૧૩૪ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૨ પૂર્વપક્ષ ઓછો-વધારે હોવાથી બંનેમાં ભેદ છે.
ઉત્તરપક્ષ- આ પણ સત્ય નથી. દરિદ્રની પાસે ધન અલ્પ હોય, મહર્ધિકની પાસે ધન ઘણું હોય આથી દરિદ્રઅપરિગ્રહીનથી કહેવાતો. આથી મૂછરૂપ જ પરિગ્રહ છે, અન્ય નહિ એમ સ્વતંત્રપણે પણ સ્વીકારવું જોઈએ.
હવે પ્રસ્તુત કહેવાય છે. મૂછથી ઓળખાયેલા પરિગ્રહનો નિર્દેશ કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે- “વેતનવિજું રૂત્યાતિ, ચેતના એટલે ચૈતન્ય. ચૈતન્ય એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ. જ્ઞાન-દર્શનનો ઉપયોગ જેમનામાં હોય તે ચેતનાવાળા. એકેંદ્રિય-બેઇંદ્રિય-તેઇંદ્રિય-ચઉરિંદ્રિયપંચેંદ્રિય ચેતનાવાળા છે. વાસ્તુ વગેરે પ્રાયઃ ચેતનારહિત છે. બાહ્યઅત્યંતર ભેટવાળા દ્રવ્યોમાં મૂછ એ પરિગ્રહ છે. (વાસ્તુ વગેરે બાહ્યદ્રવ્યો છે. આત્માના પરિણામરૂપ રાગાદિ અત્યંતર છે.) આત્મપરિણામરૂપ રાગાદિમાં મૂછ એ પરિગ્રહ છે. દ્રવ્યપુ એ પ્રમાણે વિષયનો નિર્દેશ કર્યો છે. ક્યાંક શુદ્ધ પગલદ્રવ્ય જ વિષય છે, ક્યાંક આત્મપ્રદેશોથી સંયુક્તદ્રવ્ય વિષય છે.
દ્રવ્ય શબ્દના ઉલ્લેખથી ચાર પ્રકારના પરિગ્રહનું સૂચન કરે છે. ક્ષેત્રથી- દ્રવ્યની ગામ-નગર આદિની મર્યાદા છે, અર્થાત્ ક્ષેત્રથી પરિગ્રહ ગામ-નગરાદિમાં છે. કાળથી- રાત્રિ-દિવસની મર્યાદા છે, અર્થાત્ કાળથી પરિગ્રહ રાતે કે દિવસે છે. ભાવથી- ભાવથી પરિગ્રહ આ પ્રમાણે છેવિશિષ્ટ દ્રવ્ય પ્રાપ્ત થતાં જો એ દ્રવ્ય બહુ કિંમતી હોય તો અતિશય મૂછ થાય, મધ્યમહોયતો મધ્યમ મૂછથાય, જઘન્ય હોયતો જઘન્ય મૂછથાય.
મૂછના અર્થમાં અજ્ઞાનતા ન રહે એ માટે મૂછ શબ્દના ઇચ્છા વગેરે પર્યાયોને કહે છે–
ઇચ્છા- જેની પાસે સો રૂપિયા છે તે હજારને ઇચ્છે છે. જેની પાસે હજાર છે તે લાખને ઇચ્છે છે. ઇત્યાદિ પરંપરાથી સંપૂર્ણ ત્રણ લોકથી ધરાતો નથી. ૧. દ્રવ્યથી પરિગ્રહ ઉપર બતાવી દીધેલ છે.