________________
સૂત્ર-૧૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૨૭
અસંખ્ય લોકાકાશ પ્રદેશ પરિમાણ મહાન હોવાથી આત્મા બ્રહ્મ છે. મૈથુનાનુસ્મૃતિ, સંસ્કાર, સ્પૃહા, ઇંદ્રિયાલોક, વૃષ્યરસ' વિષય, વિકથા, સત્કૃતિ, સંસક્ત અને સેવા એ દશ પ્રકારના અબ્રહ્મથી નિવૃત્ત થયેલો અને બ્રહ્મને આચરતો આત્મા જ બ્રહ્મ શબ્દથી વાચ્ય છે, અર્થાત્ આત્મા જ બ્રહ્મ છે. રાં=ચર્યમ્ આત્મામાં ચરવું=રહેવું, બ્રહ્મનું સેવન કરવું, આત્મામાં રમવું=વિશ્રામ કરવો, સ્ત્રી આદિ બાહ્ય વસ્તુમાં ચિત્ત ન રાખવું. આથી કૃત-કારિત-અનુમતિથી યુક્ત મન-વચન-કાયાથી સ્ત્રીનો સર્વથા ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય છે. કેમકે ઇંદ્રિયના દ્વારોનો સંવર કર્યો હોવાથી આત્મામાં જ વૃત્તિ છે. તેનાથી વિપરીત અબ્રહ્મ છે.
અબ્રહ્મમાં તીવ્ર રાગના પરિણામવાળા સંકલ્પથી પ્રેરાયેલ દંતક્ષત, દૃઢ આલિંગન અને શરીરે સુગંધિદ્રવ્ય વિલેપનરૂપ કાયવ્યાપાર તથા મૈથુન સેવન કાળે થનાર મનોહર અવ્યક્તધ્વનિનો પ્રલાપ (વગેરે) અનેક પ્રકારનો વચનવ્યાપાર હોય, મિથ્યાત્વ વડે આત્મામાં સંસ્કારિત કરાયેલા પરિમિત પ્રેમલેશથી જેમણે સ્વકલ્પનાથી અબ્રહ્મમાં મનોજ્ઞતાનું આરોપણ કર્યું છે તેવા અને થયેલી અમાપ વિષયતૃષ્ણાથી જેમની બુદ્ધિ ચોરાઇ ગઇ છે તેવા પુરુષોને અબ્રહ્મ અતિશય દૂબળા કરે છે.
અનુકૂળ હોવાથી અબ્રહ્મ દુઃખેથી તજી શકાય તેવું હોવા છતાં અશુચિ વગેરે ભાવનાસમૂહને ભાવવાથી કામદેવના પ્રસરનો તિરસ્કાર કરનારા વિવેકી જીવો તેનો ત્યાગ કરે છે.
જેનું લક્ષણ કહી દીધું છે તે જ આ અબ્રહ્મને ભાષ્યથી પ્રકાશિત કરતા આચાર્ય કહે છે- ‘સ્ત્રીપુંસયો:' ઇત્યાદ્રિ, સ્ત્રી 7 પુમાંથ=સ્ત્રીપુંસૌપ। “અવતુાવિ” (પા.અ.૫ પા. ૪ સૂ.૭૭) એ સૂત્રથી સ્ત્રીપુંસ શબ્દ બન્યો
૧. કામને પ્રદીપ્ત કરે તેવા રસવાળો આહાર કે ઔષધ વૃષ્યરસ છે.
૨. સસ્કૃતિ-અબ્રહ્મ પ્રત્યે આદર કરવો તે સત્કૃતિ દોષ.
૩. સ્ત્રીઓ વગેરેથી સંસક્ત વસતિમાં રહેવું તે સંસક્ત દોષ.
૪. અબ્રહ્મનું સેવન કરવું તે સેવા દોષ છે.
૫. સિદ્ધહેમ શબ્દાનુશાસનના આધારે “સ્ત્રિયાઃ પુંતો દ્વન્દ્વાશ” (૭-૩-૯૬) એ સૂત્રથી સ્ત્રીપુંસ શબ્દ બન્યો છે.