________________
સૂત્ર-૯
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૧૩
ન હોય એથી) જ્ઞાનીઓએ ન આચરેલી હોય તે ભાષાને બુદ્ધિમાન સાધુ ન બોલે.” (દશ.વૈ. અ૭ ગા.૨)
વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ પણ કહ્યું છે કે, “જેમાં દોષનો સદ્ભાવ છે, અર્થાત્ જે દોષવાળું વાક્ય છે તે પરમાર્થથી=સત્યથી (ન્યતૈ=)રહિત છે=અસત્ય છે અને જે વાક્ય સાવઘા=પાપવાળું) છે તે બધું ય અસત્ય છે.”
બીજા મહાપુરુષે પણ કહ્યું છે કે- અસત્ વચન અસત્ય છે. અસત્ ચાર પ્રકારનું છે. (૧) સભૂતપ્રતિષેધ (૨) અભૂતોદ્ભાવન (૩) ગતિવચન (૪) અર્થાતરવચન. (૧) (ઘટ હોવા છતાં) ઘટ નથી એમ કહેવું એ સદ્ભૂતપ્રતિષેધ છે. (૨) સસલાને શિંગડું છે એમ કહેવું એ અસતોભાવન છે. (૩) “(મસત્ સતોગપિ વનમાથા =) જે વચન સત્ થી અન્યથા(=બીજી રીતે) હોય તે અત્ છે. (હિતવનz) ત્રીજું અસત્ ગર્પિત વચન છે. હિતમુકાતાદિ ઉપઘાતવચન વગેરે ગર્વિત અસત્ છે.
(૪) (તાશ જૌ રૂતિ વર્ષનE) અન્ય (ચોથું) અસત્ અર્થાતર છે. જેમ કે ગાયને અશ્વ કહે, અશ્વને ગાય કહે.”
તેથી “પ્રમાદયોગથી અસત્ય બોલવું” તે અસત્ય છે એમ નિશ્ચિત થયું. અસત્ય સંક્ષેપથી (દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ) ચાર સ્થાનોમાં સંગ્રહ કરાયેલું છે. (દ્રવ્યથી) સર્વદ્રવ્ય સંબંધી અસત્ય બોલવું. (ક્ષેત્રથી) દ્રવ્યો લોક-અલોકથી વિભાગ કરાયેલા છે, અર્થાત્ લોક-અલોક સંબંધી અસત્ય બોલવું. (કાળથી) કાળ દિવસ-રાતરૂપ છે, અર્થાત્ દિવસે કે રાતે અસત્ય બોલવું. (ભાવથી) રાગ-દ્વેષ-મોહથી ઘેરાયેલો આત્મા, અર્થાત્ રાગ-દ્વેષ-મોહથી અસત્ય બોલાય તે ભાવથી અસત્ય છે.
આનાથી આનું પણ ખંડન કરેલું જાણવું- હે રાજનું! હાંસી મશ્કરીવાળું અસત્યવચનહિંસા કરતું નથી. સ્ત્રીઓમાં સ્ત્રીઓનીવિલાસવાળીવાતોમાં,