________________
૧૦૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮ છે(=આચરી શકે છે). અસંપિચેંદ્રિય જીવો તો મનરહિત હોવાથી ઉત્કૃષ્ટથી પ્રથમ નરકમાં જવાને યોગ્ય જ પાપ કરે છે. એકેંદ્રિય, બેઇંદ્રિય-તે ઇંદ્રિય-ચઉરિંદ્રિય જીવો નરકમાં જવાને યોગ્ય કર્મનું ઉપાર્જન કરતા જ નથી. તે જીવો નરકગતિને છોડીને સંસારપરિભ્રમણને યોગ્ય જ પાપને કરે છે.
કાય-વચન-યોગવાળાને અને કાયયોગવાળાને કષાયવિશેષની અપેક્ષાએ અનુત્કૃષ્ટ પાપ હોય. ફળનાં પ્રકર્ષ અને અપકર્ષ અંત:કરણ અને કષાયોની અપેક્ષાએ છે. સંક્ષિપંચેંદ્રિય જીવોના પ્રકર્ષ અને અપકર્ષ પૂર્વે તીવ્રન્દ્ર (અ.૬ સૂ.૭) એ સૂત્રમાં આરંભ-હનન-વ્યાપાદિતના ભેદથી જણાવ્યા છે.
ક્યાંક કાયાદિ ત્રણના સાન્નિધ્યમાં પણ કોઈ એકનો જ વ્યાપાર હોય. તંદુલમસ્યનો કેવળ એક મનનો જ વ્યાપાર હતો. ક્યાંય વચન-મનના વ્યાપારથી પ્રાણાતિપાત પાપ થાય. જેમકે
“હે દેવ ! કુણાલાનગરીમાં પંદર દિવસો સુધી શાંબેલા જેવી જાડી ધારાઓથી જેવી રીતે દિવસે તેવી રીતે રાતે વરસ.”
પ્રશ્ન- કુરુટ અને ઉત્કટ નામના મુનિઓ કે જેઓએ કુણાલાનગરીનો વિનાશ કર્યો તેઓ ક્યારે થયા અને કઈ ગતિમાં ગયા?
ઉત્તર-કુરુટ અને ઉત્કર્ટ નામના વચનસિદ્ધિવાળા બે ભાઈ સાધુઓ શ્રી મહાવીર સ્વામીના કેવળજ્ઞાનથી તેર વર્ષ પૂર્વે વિચરતા હતા. તે બંને મુનિઓ કુણાલા નગરીની બહાર ખાઇમાં કાયોત્સર્ગ કરી ચાતુર્માસ રહેલા હોવાથી નગરના જળથી સાધુઓ તણાઈ-ડૂબી ન જાય એ હેતુથી સાનિધ્યમાં રહેલ કોઈ ભક્તિમાન દેવે વરસાદને રોકવાથી નગરવાસીજનોએ તે સાધુઓને ત્યાંથી કાઢી મૂક્યા. આથી ગુસ્સે થઈ ૧. શબ્દાર્થ પાપ ઉત્પન્ન કરે છે એવો થાય. ૨. અહીં કાળભેદથી એમ ટીકામાં ઉલ્લેખ હોવા છતાં તીવ્ર-મન્દ્ર એ સૂત્રમાં કાળભેદથી
જણાવેલ નથી.