________________
૯૮
શ્રી તત્ત્વાથવિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૮ જવાનું હોય ત્યારે પગની જેમ અભેદથી વર્તે છે. તલવાર-દાતરડું-છરી વગેરે કારણો ભેદથી રહેલા છે. કર્તાની શક્તિ કરણ-કારક વિના ન હોય. આથી અભિન્ન કાયા વગેરેનો કરણરૂપે નિર્દેશ કરાય છે.
યોગ શબ્દનો અર્થ– દ્વન્દ સમાસવાળા કાયાદિ (કાય-વચન-મન)નો યોગ અથવા કાયાદિ જ યોગ છે. જેવી રીતે આત્મા કાયાદિથી યુક્ત છે, તે રીતે કાયાદિની ક્રિયાથી પણ યુક્ત છે. આથી કાયાદિનો વ્યાપાર પણ યોગ છે. એ (કાયાદિ) આત્માની સાથે જોડાય છે તેથી યોગ છે. (યુન ધાતુનો જોડવું અર્થ છે. તેથી યોગશબ્દનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ બતાવ્યો છે.) યોગના અનુક્રમે સાત-ચાર-ચાર ભેદો છે. યોગ દુર્બલ માણસની લાકડી સમાન છે. કર્તા આત્માનો આત્મામાં રહેલો અને વીર્યાન્તરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન કરાયેલો વીર્યપરિણામયોગછે. એયોગ કાયાદિચેષ્ટારૂપ છે. કહ્યું છે કે- “યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય આ યોગના પર્યાયવાચી શબ્દો છે.” તથા બીજાઓ કહે છેમન-વચન-કાયાથી યુક્ત આત્માનો જીવના પ્રયોગથી( પ્રયત્નથી) કરાયેલ વીર્યપરિણામની યોગસંજ્ઞા છે એમ જિનોએ કહ્યું છે.”
કાયયોગકાય એટલે શરીર. શરીર ઔદારિકાદિ ભેદવાળા પુગલોના સમૂહથી અને આત્માના પ્રયોગથી(=પ્રયત્નથી) બનેલું છે. શરીર મુખ્યપણે અતિશય ઉપકારી હોવાના કારણે અતિશય સાધક(=કાર્યને સિદ્ધ કરનાર) હોવાથી કરણ છે. એની મદદથી કર્તા આત્મા જવું, કૂદવું, ઓળંગવું, ચઢવું, રમવું, ઠોકવું અને મારવું વગેરે ક્રિયાઓ કરે છે.
વચનયોગ-વચન વચનપર્યાપ્તિથી ગ્રહણ કરેલા ભાષાવર્ગણાને યોગ્ય પુદ્ગલસમૂહરૂપ અને વિવિધ વર્ણ-પદ-વાક્યરૂપ છે. ક્યાંક જેણે વર્ણને
ઓળખ્યા છે=જાણ્યા છે એવા વિવેકી આત્માને ઇચ્છવા યોગ્ય પદાર્થના પ્રકાશનમાં અતિશય સાધક હોવાથી કરણ તરીકે ઉપયોગ કરાય છે. ૧. સાતમે રમ્ (સિદ્ધહેમ ર-૨-૨૪) ૨. અહીંમુદ્રિતપ્રતમાંકનમક્ષિતપાઠછે. પણ સિદ્ધસેનગણિકૃતટીકાવાળામુદ્રિત પુસ્તકમાં ટીપ્પણીમાં
મિક્ષિત એવો પાઠાંતર મુદ્રિત છે. આ પાઠયોગ્ય હોવાથી અહીંમક્ષિત પાઠ લીધો છે.