________________
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮ આવે. પણ જો વિનાશ શબ્દથી વસ્તુની અન્યાવસ્થારૂપ પરિણામ કહેવાય તો કયું અનિષ્ટ થાય ? હવે જો વિનાશ શબ્દથી માત્ર પૂર્વાવસ્થાનો નાશ કહેવામાં આવે તો એ પ્રમાણે પણ અમે વિનાશના વિનાશમાં કોઈ કારણ જોતા નથી.
પૂર્વપક્ષવાદીને પૂછવું જોઈએ કે નિષ્કારણ વિનાશ શું અસત્ છે કે નિત્ય છે? વિનાશ અસત્ હોય તો સર્વભાવોની નિત્યતાનો પ્રસંગ આવે. (વિનાશ અસત્ છે નથી, અર્થાત્ વિનાશ થતો નથી. વિનાશ ન થાય એથી નિત્ય રહે. આમ નિત્યતાનો પ્રસંગ આવે.) હવે જો વિનાશ નિત્ય હોય તો કાર્યની ઉત્પત્તિનો અભાવ થાય. કારણ કે સદા વિનાશની સાથે બંધાયેલ છે. (સદા વિનાશ છે. વિનાશ અને ઉત્પત્તિ એ બંને વિરોધી છે. એથી જ્યાં વિનાશ હોય ત્યાં ઉત્પત્તિ ન હોય આથી કાર્યની ઉત્પત્તિનો અભાવ થાય.)
વળી- જે કહ્યું કે, ઇંદ્રિયસહિત કાયા જ જીવિતેંદ્રિય(પ્રાણ) કહેવાય છે, અન્ય નહિ. કારણ કે આત્માનો અભાવ છે. તે પણ બરોબર નથી, કારણ કે સઘળાય અનુભવ સ્મરણ-પ્રત્યક્ષ અનુમાન-અથભિધાન પ્રત્યયરૂપ વ્યવહારો એકતિ ( કોઈ એકમાં રહેનાર) વસ્તુના કારણ છે. તે એકસ્થિત આત્મા છે. આત્મા છે તો પુરુષાર્થનો સ્વીકાર છે–પુરુષાર્થ થાય છે.
પૂર્વપક્ષ- અનુભવ સ્મરણ વગેરે માત્ર સ્કંધમાં કે માત્ર વિજ્ઞાનમાં વિરુદ્ધ નથી થઈ શકે છે. ૧. આત્મા એકમાં=કાયામાં રહેલો છે માટે એકસ્થિત એટલે આત્મા. અનુભવ વગેરે આત્માને
જ થાય છે. જો આત્મા કાયામાં ન હોય તો અનુભવ વગેરે ન થાય. ૨. અર્થ એટલે વસ્તુ. અભિધાન એટલે નામ. પ્રત્યક્ષ એટલે બોધ. ૩. બૌદ્ધદર્શનમાં વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ પાંચ સ્કંધો છે. આ પાંચ સ્કંધ સિવાય આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. આ પાંચ સ્કંધો ક્ષણિક છે=એક ક્ષણ સુધી જ રહે છે, બીજી ક્ષણમાં નાશ પામે છે. સ્કંધ સચેતન કે અચેતન પરમાણુઓનો પ્રચય વિશેષ છે. નિર્વિકલ્પજ્ઞાન વિજ્ઞાન સ્કંધ છે. (ષદર્શન સમુચ્ચય શ્લોક-૫)