________________
૮૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮ મોહનીયકર્મના અંશનું(=વિભાગનું) ગ્રહણ થાય છે. સંશયિતઅભિગૃહીત-અનભિગૃહીત વગેરે ભેદવાળું મિથ્યાદર્શન પણ સૂચિત થાય છે. રાગ-દ્વેષ-વિકથા-ઇંદ્રિય-આસવ રૂપ પ્રમાદોમાં પણ અનુગત છે=વિકથાદિ પ્રમાદોની સાથે પણ રહેનારા છે. પાંચેય પ્રકારનો નિદ્રારૂપ પ્રમાદ દર્શનાવરણકર્મના ઉદયથી અજ્ઞાનસ્વરૂપ છે. તેનાથી યુક્ત ચિત્તવાળો જીવ મૂઢ કહેવાય છે. આત્માના પરિણામવિશેષ રાગ-દ્વેષમોહ પ્રાણાતિપાતાદિ પાપના હેતુઓ છે એમ સઘળા મોક્ષવાદીઓ વિવાદ વિના સ્વીકારે છે. જે પોતાના નથી તેને પોતાના કરેલા શરીર વગેરેનો શાસ્ત્રોક્ત વિધિથી પરિત્યાગ ન કરવો. એ અવિરતિ અનિવૃત્તિ છે. અવિરતિ આત્માનો પરિણામવિશેષ છે. ભગવાને ભગવતી આદિ શાસ્ત્રોમાં અવિરતિને પણ પ્રાણાતિપાતાદિ પાપના કારણ તરીકે કહી છે. અતીતકાળે ભોગવેલી શરીર વગેરે વસ્તુઓ પુદ્ગલરૂપ હોવાથી અન્ય પરિણામને પામેલી હોય છે તેવી જ અવસ્થાવાળી હોય, પણ યોગકરણના ક્રમથી ભાવથી ત્યજવામાં ન આવે ત્યાં સુધી ભલ્લિ-ભાલોકર્ણિકા-ધનુષ-ધનુષદોરી-શરીરનાડી-બાણ-બાણપીછું-કીચક-શલાકા વગેરે રૂપે પરિણમેલી તે વસ્તુઓ જીવોના પરિતાપને કે નાશને કરતી છતી પૂર્વના કર્તાને પાપની સાથે સંબંધ કરાવે છે. લોકમાં આ પ્રસિદ્ધ છે કે જેના પરિગ્રહમાં(=માલીકીમાં કે તાબામાં) વર્તતો બીજાને આક્રોશ કરે છે, કે માર મારે છે અથવા મારી નાંખે છે, ત્યાં તેનો ત્યાગ ન કરનાર એથી જ સ્વીકારનારનો(=માલિક બનનારનો) દોષ છે.
પૂર્વપક્ષ– આ જ યુક્તિથી પાત્ર-વસ્ત્ર-દંડ-ઉપાશ્રય-આહાર આદિ રૂપે પરિણમેલા શરીરાદિના પુદ્ગલો સાધુઓ ઉપર ઉપકાર કરવાથી પૂર્વના કર્તાને નિર્જરાના કે પુણ્યના હેતુ બને એમ માનવાનો પ્રસંગ આવે.
ઉત્તરપક્ષ- આ એ પ્રમાણે નથી. પાપ અવિરતિના કારણે છે. નિર્જરા તો વિરતિના કારણે જ છે. પુણ્ય પણ (પૂયા=) મોટા ભાગે વિરતિના ૧. અહીં જણાવેલા જે શબ્દોનો ગુજરાતી અર્થ લખ્યો નથી તે શબ્દોનો “શસ્ત્રવિશેષ” અર્થ સમજવો.