________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
(વ્યાકરણશાસ્ત્રના પ્રસિદ્ધ નિયમોથી શબ્દોની સિદ્ધિ થાય તે વ્યુત્પત્તિપક્ષ છે. વ્યાકરણશાસ્ત્રના પ્રસિદ્ધ નિયમોથી શબ્દોની સિદ્ધિ ન થાય તે અવ્યુત્પત્તિપક્ષ છે.)
સૂત્ર-૧
૧૩
વ્યુત્પત્તિપક્ષના આધારે કહે છે- સમ્ ઉપસર્ગ પૂર્વક અતિ(=અજ્જ) ધાતુનું વિવર્ પ્રત્યયાંત આ સમ્યક્ એવું રૂપ છે. જે સર્વ દ્રવ્યોમાં અને ભાવોમાં ફેલાય તે સમ્યક્. અહીં કર્તા અર્થવાળો સમ્યક્ શબ્દ છે. જે સર્વ દ્રવ્ય-ભાવોમાં ફેલાય છે તેવું દર્શન રુચિ રૂપ છે. તે દર્શન દ્રવ્યાસ્તિક આદિ સર્વ નયમતનો સ્વીકાર કરીને જીવાદિ (સર્વ) પદાર્થોમાં ફેલાય છે. જ્યારે દૃષ્ટિ આ પ્રમાણે પ્રવર્તે ત્યારે આ દૃષ્ટિ સમ્યક્ છે એમ કહેવાય છે. (અર્થાત્ જે દર્શનમાં સર્વ દ્રવ્ય-પર્યાયો જે નયથી જેવા સ્વરૂપે છે તે નયથી તેવા સ્વરૂપે તેમની રુચિ=શ્રદ્ધા થાય તે દર્શન સમ્યક્ છે એમ કહી શકાય.) અહીં આ વ્યાખ્યાન અધિગમ સમ્યગ્દર્શનને આશ્રયીને છે. કેમકે અધિગમ સમ્યગ્દર્શન પ્રાયઃ દ્રવ્યાસ્તિક આદિ (નય)ના બોધ પૂર્વક જ પ્રવર્તે છે.
દર્શન શબ્દનો અર્થ
આ પ્રમાણે સમ્યક્ શબ્દનું નિરૂપણ કરીને દર્શન શબ્દનું નિરૂપણ કરવા માટે કહે છે- માવે વર્ણનમિતિ, અહીં કોઇ એક કારકમાં જ્યુર્ (અન્ન) પ્રત્યય લાગતો નથી, કિંતુ કરણ આદિ કારકમાં લાગે છે. તે જુએ છે, તેનાથી જુએ છે, તેમાં જુએ છે, તેમાંથી જુએ છે. તે સર્વ કારકોને દૂર કરીને ભાવ નામના વિશિષ્ટ જ કારકમાં આ(=અન) પ્રત્યય જાણવો. અર્થાત્ દિષ્ટ=જોવું તે દર્શન. ભાવાર્થથી ગર્ભિત આ જ વિષયને ભાષ્યકાર દશેઃ ઇત્યાદિથી કહે છે- વર્ણન એવું જે આ રૂપ છે તે ભાવને કહેનારું છે અને દર્ ધાતુથી બનેલું છે. દર્શન એટલે વ્યભિચાર દોષથી રહિત સર્વ ઇન્દ્રિયો અને મનના વિષયભૂત પદાર્થોનું જ્ઞાન. જે દિષ્ટ પદાર્થને યથાર્થ ન જણાવે(=જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે ન જણાવે) તે દૃષ્ટિ વ્યભિચારદોષવાળી છે.