________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૨૭ શ્રતના ઉપકારક હોવાથી અને શ્રુતથી અભિન્ન હોવાથી આ નય મતિજ્ઞાન-મતિઅજ્ઞાનને સ્વીકારતો નથી.
શબ્દનય પૂર્વે(=શબ્દનયના વર્ણનમાં) કહેલ ન્યાયથી શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનને સ્વીકારે છે. મતિજ્ઞાન આદિ અન્યને સ્વીકારતો નથી. કેમકે અન્ય જ્ઞાનો શ્રુતનું અંગ છે. અન્ય જ્ઞાનો મૃતનું અંગ છે એનું કારણ એ છે કે શ્રુત જ(=પૂર્વે શબ્દનયના વર્ણનમાં કહ્યું તેમ) અન્ય જ્ઞાનોમાં પ્રતિવિશિષ્ટ બલનું આધાન(=મહત્તાની પ્રસિદ્ધિ) કરે છે. (કારિકા-૩) मिथ्यादृष्ट्यज्ञाने न श्रयते नास्य कश्चिदज्ञोऽस्ति ।। ज्ञस्वाभाव्याज्जीवो मिथ्यादृष्टिर्न चाप्यज्ञः ॥४॥ શબ્દાર્થ–શબ્દનયમિથ્યાદષ્ટિને અને અજ્ઞાનને સ્વીકારતો નથી. કારણ કે શબ્દનયના મતે કોઈ જીવ અજ્ઞાની નથી. શાથી કોઈ જીવ અજ્ઞાની નથી એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- જ્ઞસ્વાભાવ્યાત્ આનો અર્થ પૂર્વે પાંચ જ્ઞાનને આશ્રયીને કહેલા શબ્દનયના વર્ણનમાં કહ્યા મુજબ જાણવો. આથી કોઈ જીવ મિથ્યાદષ્ટિ કે અજ્ઞાની નથી, કિંતુ જીવ જ છે. ઇત્યાદિ. (કારિકા-૪) इति नयवादाश्चित्राः क्वचिद्विरुद्धा इवाथ च विशुद्धाः । लौकिकविषयातीतास्तत्त्वज्ञानार्थमधिगम्याः ॥५॥ શબ્દાર્થ– આ પ્રમાણે નયવાદો નૈગમાદિ ભેદોથી વિવિધ પ્રકારના છે. ક્યાંક સ્વરુચિથી ગ્રહણ કરેલા વસ્તુના અંશમાં જાણે વિરુદ્ધ હોય તેવા જણાય છે. જેમકે, વિશેષમાં સામાન્ય કેવી રીતે હોય? સામાન્યમાં વિશેષ કેવી રીતે હોય? ઇત્યાદિ જાણે વિરુદ્ધ હોય તેવા જણાય છે. આમ છતાં તે નયવાદો વિશુદ્ધ છે. કારણ કે વિશેષ અલગ ન થાય એ રીતે સામાન્યની સાથે સંકળાયેલા છે. એથી વિશેષ સામાન્ય વિના હોય જ નહિ. તે રીતે સામાન્ય અલગ ન થાય તે રીતે વિશેષની સાથે સંકળાયેલું છે. એથી સામાન્ય વિશેષ વિના રહે જ નહિ. આ વિષયની અન્ય સ્થળે ૧. જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન અવશ્ય હોય એ દષ્ટિએ શ્રુતથી અભિન્ન છે. અથવા મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે. કારણ-કાર્ય કથંચિત અભિન્ન હોય છે એ દૃષ્ટિએ શ્રુતથી અભિન્ન છે.