________________
૩૨૪
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ પ્રમાણને આશ્રયીને નયોની વિચારણા - આ પ્રમાણે પ્રમેય(=જોય)ને આશ્રયીને નયોની વિચારણા કરી. હવે પ્રમાણને આશ્રયીને નયોની વિચારણા કરવા માટે પ્રશ્નકાર દ્વારા(=પ્રશ્નકારના મુખથી) કહે છે- “મન્નાદ” રૂત્યાતિ,
પ્રશ્ન– નૈગમાદિ કયો નય અજ્ઞાન સ્વરૂપ વિપર્યયથી સહિત મતિજ્ઞાન આદિ જ્ઞાનોમાંથી કયા જ્ઞાનોને સ્વીકારે છે?
ઉત્તર-નૈગમ-સંગ્રહ-વ્યવહાર એ ત્રણ નયો મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન અને મતિ અજ્ઞાન આદિ ત્રણ વિપર્યય એમ આઠેયને સ્વીકારે છે.કારણ કે તે બધાય પદાર્થનો નિર્ણય કરે છે. ઋજુસૂત્રનય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાય છનો સ્વીકાર કરે છે.
પ્રશ્ન- ઋજુસૂત્રનય મતિજ્ઞાન સહિત મતિઅજ્ઞાનને કેમ સ્વીકારતો નથી?
ઉત્તર- મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન એ બંનેય શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ઉપકારક છે, અર્થાત મતિજ્ઞાન અને મતિજ્ઞાન એ બે શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના કારણ છે. શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન કાર્ય છે. આ નય ફળને=કાર્યને પ્રધાન માને છે, કારણને નહિ. આથી તે મતિજ્ઞાન-મતિઅજ્ઞાનને સ્વીકારતો નથી.
શબ્દનય ભાવઅર્થનો અવલંબી છે. આથી તે શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન એ બે જ્ઞાનને સ્વીકારે છે.
પ્રશ્ન- શબ્દનય મતિજ્ઞાન આદિ અન્ય જ્ઞાનોનો સ્વીકાર કેમ કરતો નથી?
ઉત્તર– મતિ-અવધિ-મન:પર્યાય એ ત્રણેયનો શ્રુત ઉપકારી છે. આ ત્રણ જ્ઞાન સ્વયં પોતાને જણાવવા માટે સમર્થ નથી. કેમકે મુંગા માણસ જેવા છે. મૃતથી જ એ ત્રણનું પ્રતિપાદન કરી શકાય છે. માટે શ્રત એ ત્રણનો ઉપકારી છે. ઉપકારી શ્રેષ્ઠ છે, અને ઉપકાર્ય જઘન્ય છે. આવો શબ્દનયનો અભિપ્રાય છે. કેવળજ્ઞાન તો (બધા જ્ઞાનોમાં) પ્રધાન છે.