________________
૩૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ અહીં બીજો મુદ્દો એ છે કે નૈગમનય સામાન્ય અને વિશેષ એ ઉભયને ગ્રહણ કરે છે. જેમકે રમેશ ભારતમાં રહે છે એવા વાક્યને નૈગમન સત્ય કહે છે. રમેશ ગુજરાતમાં રહે છે એવા વાક્યને પણ નૈગમન સત્ય માને છે. ભારત સામાન્યની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. (આર્યા-૧) સંગ્રહનયની આને કહે છે– यत्सगृहीतवचनं सामान्ये देशतोऽथ च विशेषे । तत्सङ्ग्रहनयनियतं ज्ञानं विद्यान्नयविधिज्ञः ॥२॥ શબ્દાર્થ જે જ્ઞાન સામાન્ય જ્ઞેયવાળું હોવાથી ગોવાદિરૂપ દેશથી અને વિભાગરૂપ વિશેષથી દૂર થઈને સત્તારૂપ સામાન્યમાં પ્રવર્તે છે તેને નયભેદોને જાણનારા વિદ્વાન પુરુષે સંગ્રહનય જાણવો.
સામાન્યનો ગોવાદિદેશ હોવાથી અહીંગોવાદિરૂપદેશથી એમ કહ્યું છે.
સામાન્ય વિના વિશેષ ન હોય. સામાન્ય વિના વિશેષને માનવામાં સામાન્ય અસત્ત્વનો પ્રસંગ આવે.
(આથી આ નય સર્વવિશેષોનો એકરૂપે= સામાન્યરૂપે સંગ્રહ કરી લે છે.) (આર્યા-૨)
વ્યવહારનયની આર્યા આ છે– समुदायव्यक्त्याकृतिसत्तासज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं व्यवहारं विस्तृतं विद्यात् ॥३॥ શબ્દાર્થ જે નયસમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા અને સંજ્ઞા આદિના વિશેષની અપેક્ષાવાળો છે, લોકોપચારથી સિદ્ધ થયેલ છે, અને વિસ્તૃત છે તેને વ્યવહારનય જાણવો.
સમુદાય-સમૂહ, વ્યક્તિ=મનુષ્યત્વ, આકૃતિ=સંસ્થાન, સત્તા=મહાસામાન્ય, સંજ્ઞા=નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ.
સમુદાય આદિ સમુદાયવાળા વિના ન હોય. સમુદાયવાળાઓનો સમુદાય સમુદાયવાળાઓથી ભિન્ન નથી. મનુષ્યત્વ મનુષ્યોથી ભિન્ન નથી.