________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૧૩ છે. સર્વ પદાર્થોમાં સત્તા સમાન રૂપે જોવામાં આવે છે, અર્થાત્ હૂં સત્ ઢું સત્ મfપ સત્ એમ આખું જગત્ સત્ શબ્દથી વાચ્ય છે.
સર્વ જગત જીવરૂપ અને અજીવરૂપ એમ બે પ્રકારનું છે. કેમ કે બંને ભેદોની પ્રતીતિ થાય છે. જીવ-અજીવની પ્રતીતિ કેવળ સતની પ્રતીતિ નથી.
આખું વિશ્વ ત્રણ પ્રકારનું છે. દ્રવ્યરૂપ, ગુણરૂપ અને પર્યાયરૂપ. સંપૂર્ણ જગતનો દ્રવ્ય-ગુણ-પર્યાયમાં સમાવેશ થઈ જાય છે. જે ગુણ-પર્યાયોને અનુસર=ગુણ પર્યાયો વિના ન રહે તે દ્રવ્ય. રૂપ વગેરે ગુણો છે. કપાલ વગેરે પર્યાયો છે. આવી પ્રતીતિ થાય છે. અહીં પણ નિમિત્ત ભિન્ન છે. આ પ્રમાણે ત્રણ ભેદોમાં સંપૂર્ણ વિશ્વનો સમાવેશ થઈ જાય છે.
એ પ્રમાણે સંપૂર્ણ વિશ્વ ચાર પ્રકારનું છે. કેમકે સંપૂર્ણ વિશ્વનો ચાર પ્રકારના દર્શનમાં સમાવેશ થઈ જાય છે. ચક્ષુદર્શન આદિ ચાર દર્શનોથી સંપૂર્ણ વિશ્વનું ગ્રહણ થઈ જાય છે. કેમકે વિશેષો પણ કથંચિત્ સામાન્યના ભેદ છે. (પુરુષો એ મનુષ્યરૂપ સામાન્યનો ભેદ છે.)
એ પ્રમાણે સંપૂર્ણ વિશ્વ ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયોની અપેક્ષાએ પાંચ પ્રકારનું છે. કેમકે સંપૂર્ણ જગતનો પાંચ અસ્તિકામાં સમાવેશ થઈ જાય છે.
એ પ્રમાણે સંપૂર્ણ જગત છ પ્રકારે છે. કેમકે સર્વનો છ દ્રવ્યોમાં સમાવેશ થઈ જાય છે. ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાય અને કાળ એમ છ દ્રવ્યો છે. કેમકે વાત્સલ્ય (કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે.) એવું સૂત્ર છે. અસ્તિકાયના પરિણામથી કાળદ્રવ્યનું પરિણામ પ્રદેશસંઘાત-દ્રવણરૂપ નિમિત્તભેદથી ભિન્ન છે. અસ્તિકામાં પ્રદેશોનો સંઘાત છે. કાળમાં તે નથી. અસ્તિકામાં (પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ) અણુ આદિનું દ્રવણ ગમનાગમન છે. કાળમાં તે નથી.
“રા' ઇત્યાદિથી પ્રસ્તુત યોજનાને કહે છે. જેવી રીતે હમણાં જ કહેલા “સ આદિ જ્ઞાન વિરુદ્ધજ્ઞાન નથી, કેમકે સંપૂર્ણ જગતની તે તે