________________
સૂત્ર૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૮૭ પ્રશ્ન- આનો( ધ્વનિસમુદાયનો અવગ્રહ કરે છે એનો) નિશ્ચય કેવી રીતે કરી શકાય?
ઉત્તર- અવગ્રહ પછીના કાળે તે રીતે અપાય વગેરે જોવામાં આવે છે. અવગ્રહાદિના ભેદ વિના તેવા પ્રકારનો અપાય ઘટી શકે નહિ. જો તેવા પ્રકારના અવગ્રહાદિ વિના જ તેવા પ્રકારનો અપાય થાય તો અતિપ્રસંગ દોષ થાય. કોઈ કહે છે કે વ્યાવહારિક અવગ્રહની અપેક્ષાએ જ એવું કહેવામાં આવ્યું છે. તે અપાય જ પછી થનારા ઇહા આદિની અપેક્ષાએ અવગ્રહ છે.
ગમવMાતિઋતે જ વાંસળી વગેરે શબ્દોમાંથી પટહ વગેરે કોઈ એકના શબ્દને ગ્રહણ કરે છે. ક્ષયોપશમની ન્યૂનતાના કારણે અન્યનો શબ્દ હોવા છતાં અન્યના શબ્દને ગ્રહણ ન કરે.
વહુવિધવાતિ તે જ વાંસળી વગેરેના શબ્દોના મૃદુ-મધુર-પજ વગેરેના ભેદથી પ્રત્યેકને ગ્રહણ કરે છે.
વિધવાવિ=તે જ વાંસળી વગેરેના શબ્દને મૃદુ આદિ કોઈ એક ગુણયુક્તને ગ્રહણ કરે છે. ૧. પૂર્વપક્ષ– અવગ્રહનો કાળ શાસ્ત્રમાં એક સમયનો જ કહ્યો છે. એક સમયમાં બહુ આદિ રૂપ અવગ્રહ ન ઘટી શકે. કારણ કે એક સમય અલ્પકાળ છે.
અવગ્રહના બે પ્રકાર ઉત્તરપક્ષ– નૈૠયિક અને વ્યાવહારિક એમ બે પ્રકારના અવગ્રહ છે. નૈૠયિક અવગ્રહને શાસ્ત્રમાં સામાન્યનો બોધ કરનાર અને એક સમયનો કહ્યો છે. વ્યાવહારિક અવગ્રહ વિશેષનો બોધ કરનાર અને અનેક સમયનો છે. આથી કોઈ કહે છે કે વ્યાવહારિક
અવગ્રહની અપેક્ષાએ જ એવું(=બહુનો અવગ્રહ કરે છે એવું) કહેવામાં આવ્યું છે. ૨. નૈક્ષયિક અવગ્રહ પછી શું આ સ્પર્શ છે કે અસ્પર્શ છે? એવી ઇહા પ્રવર્તે છે. ત્યારબાદ
આ સ્પર્શ જ છે એવો અપાય(=નિશ્ચય) થાય છે. આ અપાય જ પછી થનારા ઈહા આદિની અપેક્ષાએ ઔપચારિક અવગ્રહ છે. કેમ કે આ અપાયજ્ઞાનમાં એના આગામી ભેદોની અપેક્ષાએ સામાન્યનો જ બોધ થાય છે. આ અપાય રૂપ બોધ સામાન્ય એટલા માટે છે કે એના પછી “આ સ્પર્શ કોનો છે?” એવી ઈહા થાય છે. ત્યાર બાદ અમુક વસ્તુનો જ આ સ્પર્શ છે એવું અપાય જ્ઞાન થાય છે. આ રીતે આગામી વિશેષજ્ઞાનની અપેક્ષાએ પૂર્વનું જ્ઞાન સામાન્ય ગણાય છે. આ રીતે પૂર્વના અપાયને પણ અવગ્રહ કહી શકાય. આથી અહીં કહ્યું કે તે અપાય જ પછી થનારા ઈહા આદિની અપેક્ષાએ અવગ્રહ છે.