________________
૧૪૪ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ એક જીવને આશ્રયીને અંતર– ઔપશમિક અને ક્ષાયોપથમિકને આશ્રયીને નિર્ણય વાક્ય આ છે- એક જીવ ઔપશમિક કે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનને પામીને ત્યાગ કરીને ફરી કોઈ જીવ અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શનને પામે છે, કોઈ જીવ અનંતકાળ પછી સમ્યગ્દર્શનને પામે છે. તે કાળ ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો છે.
અર્ધપુદ્ગલ પરાવર્તનો અર્થ જ્યારે જગતમાં રહેલા સર્વ પુદ્ગલો ઔદારિક આદિ રૂપે ભોગવાઈ જાય ત્યારે જેટલો કાળ થાયતેટલો કાળ એક પુગલ પરાવર્ત થાય. તે પુગલ પરાવર્ત દારિક, વૈક્રિય, તૈજસ, ભાષા, પ્રાણાપાન, મન અને કર્મના ભેદથી સાત પ્રકારે છે. આ સાતે પુદ્ગલપરાવર્તનો કંઈક ન્યૂન અર્ધો ભાગ સમજવો. આનું પ્રતિપાદન કેવી રીતે કરી શકાય? એમ પૂછવામાં આવે તો જવાબ આ છે- સમુદાયોમાં પ્રવર્તેલા શબ્દો અવયવોમાં પણ પ્રવર્તે છે. એ ન્યાયથી ઉપાધે પુદ્ગલ પરાવર્ત શબ્દથી આનું પ્રતિપાદન કરી શકાય.અર્ધશબ્દ સમાનઅર્ધવિભાગ વાચી નથી, કિંતુ કંઈક ન્યૂનને કહેનારો છે અને પુલ્લિગ છે.
૩૫ તોર્થ =કંઈક ન્યૂન. આ પ્રમાણે પ્રાદિતપુરુષ સમાસ છે.
અનેક જીવોને આશ્રયીને અંતર - સર્વ જીવોને આશ્રયીને અંતર નથી. કારણ કે મહાવિદેહ વગેરે ક્ષેત્રમાં સર્વકાળે હોય છે. ક્ષાયિકસમ્યગ્દર્શન તો જતું ન હોવાથી અંતર નથી.
(૭) ભાવ– જિનવચનો પ્રત્યે શ્રદ્ધા કરાવનારી જીવની રુચિ ઔપથમિક આદિ કયા ભાવમાં હોય એમ “
સ ર્જન' ઇત્યાદિથી પ્રશ્ન કરે છે. સમ્યગ્દર્શન ઔપશમિક આદિ ભાવોમાંથી કેટલા ભાવોમાં હોય? પ્રશ્નમાં સમ્યગ્દર્શન એમ અવિશિષ્ટ ક્ષયાદિરૂપ ત્રણે પ્રકારની રુચિ અંગે શિષ્ય કઈ રુચિ કયા ભાવમાં હોય એમ જાણવા માટે ઇચ્છે છે. તેનો જવાબ પણ ભાષ્યકાર ત્રણ ભાવોમાં હોય એમ કહેશે. ઔપથમિક વગેરે ભાવોનું લક્ષણ પૂર્વે (આ અધ્યાયના સાતમા સૂત્રમાં ૧. પુદ્ગલ પરાવર્તના વિશેષ સ્વરૂપ માટે જુઓ પરિશિષ્ટ-૧.