________________
14
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ રહ્યું છે ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરીમાં ન થયાની અધુરાશ છે. છતાં પરમગુરુદેવ ગચ્છસ્થવિર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂ.મહારાજાનું વાત્સલ્ય, પ્રેરણા, અવસરે કાર્યભારને વહેલી તકે પૂર્ણ કરવાની મળતી ટકોરે આ કાર્ય પૂર્ણ થઈ રહ્યાનો સંતોષ અનુભવું છું. આ સર્જનમાં જેનો જેનો સહકાર મળ્યો તે સહુનો હું ઋણી છું. વિ.સં. ૨૦૭૦, પોષ સુદ ૬, સોમવાર, - મુનિ ધર્મશેખર વિજયજી ગણિ તા. ૦૯-૦૧-૨૦૧૪, વર્ધમાનનગર, રાજકોટ