________________
૧૦૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭
સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર હેતુના ત્રણ પ્રકારને બતાવવા માટે કહે છે- “ક્ષયાદ્રિ ત્રિવિશં સગર્શનમ' તિ, સમ્યગ્દર્શન ક્ષય આદિ ત્રણ પ્રકારનું છે. સર્જન એ પદથી કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રણ કારણો ભેગા મળીને એક કાર્યને ઉત્પન્ન ન કરે. જેવી રીતે માટી-પાણી-છાણ એ ત્રણ મળીને ઉપદેશનક (=ઉપદેશ આપવાનો હોલ) રૂપ એક કાર્ય કરે છે, તેવી રીતે ક્ષય વગેરે ત્રણ મળીને એક કાર્ય કરતા નથી, કિંતુ ક્ષય વગેરે એક એક ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. ક્ષય(=દર્શનસપ્તકનો ક્ષય) કયારેય નાશ ન પામે તેવી અને સઘળા દોષોથી રહિત ભિન્ન જ રુચિ પ્રગટ કરે છે. (દર્શનમોહનીયનો) ક્ષયોપશમ પણ બીજા જ પ્રકારની રુચિને ઉત્પન્ન કરે છે. ઉપશમ પણ બીજા જ પ્રકારની રુચિને ઉત્પન્ન કરે છે. આથી ક્ષય આદિ હેતુઓથી જે સમ્યગ્દર્શન કાર્ય થાય છે તે ત્રણ પ્રકારનું છે. પ્રશ્ન– તે હેતુઓ કયા છે? ઉત્તર ક્ષય વગેરે હેતુઓ છે.
કોના ક્ષય આદિથાયછે? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે- “તલાવરીય રૂત્યાતિ, આવરણીય એટલે ઢાંકનાર. જેવી રીતે વાદળ વગેરે ચંદ્રને ઢાંકે છે તેવી રીતે સમ્યગ્દર્શનને ઢાંકનારાદર્શનમોહકર્મનાક્ષય આદિથી સમ્યગ્દર્શન થાય છે. “મૈન: તિ, આત્માથી જુદા થયેલા કર્મના ક્ષયથી, નહિ કે વાસના આદિના ક્ષયથી. આને જ સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છેરર્શનમોહસ્ય’ તિ, અનંતાનુબંધી આદિ દર્શનસપ્તકના ક્ષય આદિથી.
૧. વર્તમાન સમીણહિવત્ એ પદનો ભાવાર્થ આ પ્રમાણે છે- દેવૈવિષ્ય પદમાં હેતો વિષ્ય
હેતુત્રવિધ્યમ્ એવો સમાસ છે. અહીં શિષ્ય પ્રશ્ન કર્યો કે આવા પ્રયોગો બીજા કોઈ સ્થળે જોવામાં આવ્યા છે? આથી અહીં જવાબ આપ્યો કે વર્તમાન સીણં વગેરેમાં આવો પ્રયોગ
થયો છે. પણ માવ: સામીયું વર્તમાની સામીપ્યું વર્તમાન સામીપ્યું, વર્તમાનનામીણવ. ૨. શ્રી સિદ્ધસેન ગણિકૃત ટીકામાં ૩પવેશન એવો પાઠ છે. આ પાઠના આધારે સભા હોલ
એવો અર્થ થાય. તાત્પર્યાર્થ તો “માટી આદિ ત્રણ મળીને એક કાર્ય કરે છે” એવો છે.