________________
૭૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૬
સૂત્રમાં જેમનો નિક્ષેપ કર્યો છે તે જીવાદિ તત્ત્વોનો વિસ્તારથી બોધ પ્રમાણ-નયોથી થાય છે.
વિસ્તારથી બોધ– નીવાનીવા॰ એ સૂત્રમાંથી લીધેલા એક એક તત્ત્વનો લક્ષણ અને પ્રકારોથી થતો બોધ વિસ્તારથી બોધ છે.
જીવાદિ તત્ત્વોની વ્યાખ્યા પૂર્વવત(ચોથા સૂત્રમાં જણાવ્યા મુજબ) જાણવી. પ્રમાણ-નયો જ્ઞાનવિશેષ રૂપ છે.
જ્યારે પણ બોધ થાય છે ત્યારે પ્રમાણ-નયો વિના બોધ થતો નથી. આથી પ્રમાણની ચોક્કસ સંખ્યા બતાવવા માટે ભાષ્યકાર કહે છે- તંત્ર પ્રમાળમ્ ઇત્યાદિ, તંત્ર અવ્યય વાક્યના પ્રારંભ માટે છે. જેનાથી તત્ત્વનું જ્ઞાન થાય તે પ્રમાણ.
અહીં પ્રમાણ શબ્દ ક૨ણ અર્થમાં છે. સુખાદિ ગુણસમૂહથી યુક્ત આત્મા સાધકતમ એવા મતિ આદિથી પોતાના વિષયને જાણે છે.
પૂર્વપક્ષ— જો આત્મા કરણરૂપ મતિ આદિથી જાણે છે તો અજ્ઞાન રૂપ ક્રિયા પ્રમાણ બની. તેથી અજ્ઞાનરૂપ ક્રિયાથી જ્ઞાન થાય એમ થયું. અજ્ઞાનરૂપ ક્રિયાથી જ્ઞાન થાય એ અનિષ્ટની પ્રાપ્તિ છે.
ઉત્તરપક્ષ– આ આ પ્રમાણે નથી. કરણ આત્માનો જ પર્યાય છે. કરણ આત્માથી કથંચિદૂ અભિન્ન છે. અન્વય-વ્યતિરેકથી આત્માનો વિચિત્ર સ્વભાવ છે. (આત્મા હોય તો કરણથી બોધ થાય. આત્મા ન હોય તો કરણથી બોધ ન થાય.) તે કરણરૂપ પ્રમાણથી આત્મા જાણે છે એ સિદ્ધ થયું. તે આ પ્રમાણે- પરમાર્થથી ગ્રાહ્ય-ગ્રહણ સ્વભાવવાળો અને ક્રિયાથી કથંચિદ્ અભિન્ન આત્મા પ્રમાણ છે. તેથી અહીં પ્રમાણશબ્દ શબ્દની નીતિને અનુસરીને જેમાં કર્તા ગૌણ છે તેવી ક્રિયાને કહેનારો છે. ક્રિયા અને આત્માનો અભેદ હોવાથી આત્માને બોધ થાય છે. આથી કોઇ દોષ નથી.
૧. કરણ એટલે સાધકતમ. સાધકતમ એટલે કાર્યમાં અત્યંત ઉપયોગી. જેમકે વાત્રેળ સુનાતિ । અહીં લણવા રૂપ કાર્યમાં દાંતરડું કરણ છે=અત્યંત ઉપયોગી છે.