________________
દ
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫
અન્યદ્રવ્ય નહિ એમ જાણવું. કેમકે પુદ્ગલ સિવાયના દ્રવ્યો ભેગા થઇને
ધર્માસ્તિકાય આદિને કરતા નથી અને ભેદાતા એવા ધર્માસ્તિકાય આદિથી પુદ્ગલ સિવાયની અન્ય વસ્તુની ઉત્પત્તિ થતી નથી. આ પ્રમાણે સંઘાત-ભેદથી ઉત્પત્તિ પુદ્ગલોમાં જ સંગત થાય છે એમ અળવ: ઇત્યાદિથી કહે છે- અણુઓ=પરમાણુઓ. દ્વિપ્રદેશિક વગેરે કંધો છે. સ્કંધો સંઘાતથી અને અણુઓ ભેદથી ઉત્પન્ન થાય છે એમ અમે પાંચમા અધ્યાયમાં કહીશું.
ભાવદ્રવ્યને જણાવવા માટે કહે છે- માવતો વ્યાપ્તિ ઇત્યાદિ, અહીં (આ સૂત્રના ભાષ્યમાં) પહેલાં ભાવદ્રવ્યમ્ એમ એકવચનનો ઉલ્લેખ કરીને હવે ભાવતો દ્રવ્યાપિ એમ બહુવચનમાં નિર્દેશ દ્રવ્યો ઘણાં છે એમ જણાવવા માટે છે. કેટલાકો આ પ્રમાણે માને છે- “વિશ્વનું આદિ કારણ જલ આદિ દ્રવ્ય એક છે.” કહ્યું છે કે- “સૃષ્ટિની આદિમાં કેવળ જલ જ હતું. (આથી કેવળ જલમાંથી જ આ વિશ્વનું સર્જન થયું છે.)” આ મતનું ખંડન કરવા અને દ્રવ્યો ઘણાં છે એમ બતાવવા માટે બહુવચનમાં નિર્દેશ છે.
તે દ્રવ્યો કયા છે તે કહે છે- ધર્માવીનિ પદ્મ સમુળપર્યાયાળિ કૃતિ, સદા દ્રવ્યની સાથે રહેનારા અરૂપપણું વગેરે ધર્મો ગુણો કહેવાય છે. ક્રમથી થનારા અગુરુલઘુ વગેરે ધર્મો પર્યાયો કહેવાય છે. ગુણો અને પર્યાયોથી સહિત ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો છે.
દ્રવ્યો પરિણામી નિત્ય છે.
ગુણ-પર્યાયોના ભેદથી ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો નિત્ય જ ન થઇ જાઓ, અર્થાત્ દ્રવ્યોમાં ગુણ-પર્યાયોનો ભેદ(=પરિવર્તન) ભલે હો, પણ ધર્માસ્તિકાય દ્રવ્યો તો નિત્ય જ(=સદા એક સ્વરૂપ જ) છે એમ કોઇ ન માની લે, એટલા માટે કહે છે- “પ્રાપ્તિતક્ષળાનિ” રૂતિ તે જ દ્રવ્યો અન્ય અન્ય ધર્મોને સ્વીકારે છે, અર્થાત્ દ્રવ્યો પરિણામ લક્ષણવાળા છે તે આ પ્રમાણે- જીવ દેવ આદિ ભાવરૂપે, પુદ્દગલો કૃષ્ણ આદિ રંગરૂપે, ધર્માસ્તિકાય આદિ જીવ-પુદ્ગલની ગતિ આદિમાં નિમિત્તરૂપે પરિણમે