________________
શકતો નથી. સાકર તો ખાય ત્યારે જ મીઠી લાગે છે. એ રીતે ઋજુસૂત્ર નય પણ ભૂત અને ભવિષ્યના પર્યાયોનો ત્યાગ કરીને વર્તમાન પર્યાચને જ સ્વીકારે છે.
આ ઋજુસૂત્ર નયના બે પ્રકારો છેઃ એક સ્કૂલ ઋજુસૂત્ર અને બીજો સૂક્ષ્મ ઋજુસૂત્ર. તેમાં સ્કૂલ ઋજુસૂત્ર વર્તમાન પર્યાય ઘણા સમય સુધી રહે છે એમ માને છે. જેમકે જીવના દેવ, મનુષ્ય, તિર્યંચ ને નારક વગેરે પર્યાચો છે. તેમાં દેવ પર્યાયમાં જીવ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી રહે છે. મનુષ્ય પર્યાયમાં વધારેમાં વધારે ત્રણ પલ્યોપમ રહે છે. ઇત્યાદિ તે સ્વીકારે છે. પણ સૂક્ષ્મ ઋજુસૂત્ર કહે છે કે કોઈ પણ પર્યાય એક ક્ષણથી વિશેષ રહેતો જ નથી. બીજે સમયે પર્યાયો બદલાય જાય છે માટે તે પચ માત્રને ક્ષણસ્થાયી માને છે. પ્રશ્ન - આ નયની માન્યતા કયા દર્શનને અભિમત છે? ઉત્તર - “વાર્થચિવારિતદેવ પરમાર્થ સ’ .
જે અર્થક્રિયાને કરે છે તે જ વાસ્તવિક સત્ છે. દરેક પદાર્થને અનુરૂપ ક્રિયા થતી જ હોય છે. દરેક ક્ષણે નવા નવા વિષયને અનુકૂળ નવી નવી ક્રિયા થાય છે. એટલે આ ક્ષણે જે ક્રિયા છે તે બીજે ક્ષણે નથી, બીજી ક્ષણે જદી ક્રિયા છે માટે પદાર્થ પણ જુદો છે. એ પ્રમાણે દરેક પદાર્થ ક્ષણ માત્ર રહેવાવાળો છે. કહ્યું છે કે- “યત્ સત્ તત્ ક્ષશિવમ્' (જે સત્ છે તે ક્ષણ માત્ર સ્થાયી છે.) એ પ્રમાણે બોદ્ધ દર્શનની માન્યતા છે. તે આ સૂક્ષ્મ ઋજુસૂત્ર નયને આધારે છે. ઋજુસૂત્ર નય બીજા નયોનું ખંડન કે વિરોધ કરતો નથી. જ્યારે બૌદ્ધ દર્શન પોતાનું જ સત્ય છે, બીજાનું મિથ્યા. એમ માને છે માટે તે મિથ્યા છે. પ્રશ્ન- આ નયના સમ્બન્ધમાં વિશેષ કાંઈ જાણવા યોગ્ય હોય તો સમજાવો. ઉત્તર – આગમમાં એક સ્થાને “નુસુમસ જુવક પ ધ્વાવરૂ જુહર્તા
છઠ્ઠા એ પ્રમાણે સૂત્ર આવે છે. તે સૂત્રનો વિરોધ ન થાય માટે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરે પૂજ્યો જુસૂત્ર નયને દ્રવ્યાર્થિક નયમાં ગણે છે. ને તે કારણે દ્રવ્યાર્થિક નય ચાર છેઃ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર, ને બાકીના શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નયો પર્યાયાર્થિક છે એમ માને છે.
મહાવાદિ શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે તાર્કિકો ઋજુસૂત્રને પર્યાયાર્થિકમાં ગણીને, પર્યાયાર્થિક નયના ચાર પ્રકાર અને દ્વવ્યાર્થિક નયના ત્રણ પ્રકાર છે એમ જણાવે કે જે સિદ્ધાન્ત હાલ વિશેષ પ્રચલિત છે.
CCCCCCCCCx ૩૧ CCCCCCr