________________
પ્રશ્ન - નિગમ નય પ્રમાણે વર્તનાર સમ્યગ્દષ્ટિ કહેવાય કે મિથ્યાદષ્ટિ? ઉત્તર -નેગમ નયને માનનાર અને તે પ્રમાણે ચાલનાર જો બીજા નયોનો વિરોધ ના કરે તો સમ્યગ્દષ્ટિ કહેવાય અને મૈગમ નય સિવાય અન્ય નયોનો વિરોધ કરે તો મિથ્યાદષ્ટિ કહેવાય. પ્રશ્ન - જગતમાં અનેક દર્શનો છે. તેમાંથી કોઇ પણ દર્શન આ નયની માન્યતાના આધારે થયેલ છે? ઉત્તર – હા! શેષિક અને નૈચાયિક દર્શન આ નયને આધારે થયેલ છે. તે બન્ને દર્શનો વ્યવહારને ઉપયોગી પદાર્થોનું સારી રીતે પ્રતિપાદન કરે છે. તેમની માન્યતા નગમનને આધારે માન્ય કરવા યોગ્ય છે, પરંતુ તેઓ અન્ય નયના વિચારોને મિથ્યા માનતા હોવાથી તે બન્ને દર્શનો મિથ્યા છે.
પ્રશ્ન- બીજા સંગ્રહ નવનું સ્વરૂપ શું છે? ઉત્તર - થનાં સર્વપ્ર 1 (સર્વ સામાન્ય એક દેશવડે પદાર્થોનો જે સંગ્રહ કરવો તે સંગ્રહ)
અર્થાત્ પૂર્વે બતાવેલ નગમ નયમાં સામાન્ય અને વિશેષ બન્નેની ઉપયોગિતા છે. તેમાંથી વિશેષને ગૌણ કરી ફક્ત સામાન્યને જ પ્રધાન માની તે સામાન્ય ધર્મવડે જે નય સર્વ વસ્તુઓનો એકમાં સમાવેશ કરે તે સંગ્રહનચ. પ્રશ્ન - આ સ્વરૂપ સમજાય તે માટે કોઈ દૃષ્ટાન્ત આપો. ઉત્તર - કોઇ શ્રીમન્ત ગૃહસ્થ જમવા બેઠો હોય ને રસોઇયાને કહે કે “ભોજન લાવો’ એટલે રસોઇયો ભોજનમાં દૂધપાક, પુરી, રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, ચટણી, અથાણું વગેરે વસ્તુઓ પીરસે એટલે ત્યાં ભોજનમાં ખાવાની સર્વ વસ્તુઓનો સમાવેશ થાય છે તે સંગ્રહનયને આશ્રયીને છે. ' એ જ પ્રમાણે વનસ્પતિકાચ કહેવાથી તેમાં આંબો, લીંબડો, વડ, બાવળ,
૧. સં તતિ સહં (જે સંગ્રહ કરે તે સંગ્રહ.) CCCCCCC ૨૭ CTTCTSm