________________
વળી પહેલાએ કહ્યું – “પાળીચો તો બનાવ્યો પણ તેમાં તેની શૂરવીરતાની નિશાની તરીકે તરવાર ને ઢાલ આપ્યાં, ને ઢાલ પણ સાદી નહિ રૂપે રસેલી. ખરેખર આ ગામના લોક કદરદાન છે.”
બીજાએ કહ્યું - “ભાઈ! જો તો ખરો ! ઘેનમાં ને ઘેનમાં કેમ બોલે છે? ઢાલ તો સોને રસેલી છે ને તું રૂપાની કહે છે.”
“તુ કાંઇ ધતુરોબરો પીને નથી આવ્યો ને ? કે તને ઘોળું બાસ્તા જેવું પણ પીળું લાગે છે. જરા આંખ ફાડીને બરોબર જો એટલે ખબર પડશે.”પે'લાએ કહ્યું.
“ધતુરો પીધો હશે તારા બાપે ! તારી આંખો જ કુટલી છે કે તને બધું ઘોળું ધોળું દેખાય છે. નહિ તો ચોકખું પીળું સોનું છે તે'ય ખબર ન પડે.”બીજાએ કહ્યું.
એમ ને એમ એક બીજા ધોળા-પીળાને માટે ગાળાગાળી ને મારામારી ઉપર આવી ગયા. ગામના લોકોને ખબર પડી એટલે તેઓ આવ્યા ને ડાહ્યા માણસોએ તે બન્નેને સમજાવ્યું કે - ભાઇ તમે આ ઘોડા ઉપર રહ્યા રહ્યા લડો છો શામાટે? જરા નીચે ઉતરીને એકબીજા ઢાલની બીજી બાજુ જોઇ લો તો ખબર પડે. તમારા બન્નેનું કહેવું સત્ય છે. આ ઢાલની એક બાજુ સોને રસી છે ને બીજી બાજુ રૂપે રસી છે.
પછી બન્ને મુસાફરોએ જોયું ત્યારે પોતે નકામા લડતા હતા તે સમજાયું. પોતાની મૂર્ખાઇનો અફસોસ કરતા ને ગામવાળાની પ્રશંસા કરતા ચાલ્યા ગયા.
એ પ્રમાણે જો કોઈ પણ વસ્તુને આપણે એક જ અપેક્ષાએ સમજીએ કે કહીએ એટલું જ નહિ પણ બીજી અપેક્ષાઓનો વિરોધ કરીએ તો સત્ય સમજાય નહિ ને વિરોધ જ વધી પડે. પણ જ્યારે બીજી અપેક્ષાએ સમજીએ ત્યારે જ વસ્તુનું વાસ્તવિક
સ્વરૂપ સમજાય એટલે બીજી અપેક્ષાઓનો વિરોધ કર્યા સિવાય એક અપેક્ષાએ વસ્તુને જાણવી કે કહેવી તેનું નામ નય. નયના વિભાગ - પ્રશ્ન - ઉપર નયનું સ્વરૂપ સમજાવ્યું તે નય શું એક જ છે કે અનેક? ઉત્તર - ઉપર બતાવ્યા પ્રમાણે નય અપેક્ષાને અવલખે છે. અપેક્ષા એક જ નથી. હોતી, એટલે નય એક નથી પણ અનેક છે. વળી અપેક્ષા તો વ્યક્તિદીઠ ને વચનદીઠ જુદી જુદી હોય છે. એ રીતે જેટલી અપેક્ષાઓ છે તેટલા નાયો છે. જે માટે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે -
CCC ૨૪ C
CC