SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિરારા - જી હરિભદ્રસરરચયિતા " ૩૮ ) આ આઠમી સંપદામાં શ્રી જિનેશ્વર દેવ, પોતે બતાવેલ કે ચીંધેલ રાહે કે ચીલે ચાલનારને પોતાના જેટલું જેવું ફલ આપનાર-કરનાર છે એ દર્શાવ્યું છે. હવે ત્રણ આલાપકો-પદો વડે અનુક્રમે ભગવાનનો પ્રધાન ગુણ, અક્ષય સ્થિતિ, અને ઉત્કૃષ્ટ ફલને બતાવનારી નવમી ‘પ્રધાનગુણાપરિક્ષય પ્રધાનફલાણ્યભય” નામની સંપદા કહે છે. (९) तदन्यैस्तु त्रिभिः प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यप्रत्ययसम्पदुक्ता, सर्वज्ञसर्वदर्शिनामेव शिवाचलादिस्थानसम्प्राप्तो जितभयत्वोपपत्तेः । અર્થ-આત્મતુલ્યપરફલકર્તુત્વરૂપ સંપદાના પદોથી જુદા બીજા ત્રણ પદો વડે (સવગુણ સવદરિસીપ્સ શિવમલ મરૂઅ મહંત મમ્મય મવાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેય ઠાણે સંપત્તાણં ણમો જિણાણે જિઅભયાણ એ રૂપ ત્રણ પદોવાળી) “પ્રધાનગુણાપરિક્ષયપ્રધાનફલાય ભય” સમ્મદા, સર્વજ્ઞત્વ સર્વદર્શિત્વરૂપ પ્રધાનગુણના અપરિક્ષય (વિનાશ-નિવારણના અભાવ) થી શિવ અચલ અરૂજ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિ સિદ્ધિગતિ સ્થાનરૂપ પ્રધાનફલનો લાભ થયે છતે જિતભયત્વ (ભયવિજય) રૂપ અભય સંપદા કહેલ છે. કારણ કે; શિવ અચલ આદિ સિદ્ધિગતિ સ્થાનની સંપ્રાપ્તિ (લાભ) થયે છતે સર્વજ્ઞ સર્વદર્શીઓમાં જિતભયત્વ (અભયત્વ) ઘટી શકે છે. (તથા આ બે છેલ્લી સંપદાઓ પહેલી સ્તોતવ્યસંપદાના સંબંધવાળી, ગ્રંથોમાં જોકે સ્પષ્ટ અક્ષરોથી કહી નથી તો પણ ભાવાર્થથી બીજી આદિ સંપદાઓ પ્રમાણે એ બે સંપદાઓ પણ પહેલી સંપદાના કારણ આદિ સંબંધ વાળી સંભવે છે.) વસ્તુ, (પદાર્થ) એક સ્વભાવને આધીન છે. એક વ્યક્તિ રૂપ વસ્તુમાં એક સંપદા હોઈ શકે પણ અનેક સ્વભાવને ખેંચનારી ભિન્ન ભિન્ન ધર્મવાળી સ્તોતવ્ય સંપદા આદિ સંપદાઓ, એક વ્યક્તિમાં કેવી રીતે હોઈ શકે ? કદાચ ગૌણ વૃત્તિથી હોઈ શકે છે તો એક વ્યક્તિમાં સ્તોતવ્ય સંપદા પ્રમુખ સંપદાઓ ગૌણપણે હશે ? આવી કોઈને શંકા થાય તો તે શંકાનું નિરાકરણ કરવા ગ્રંથકાર કહે છે કે___ इयं च चित्रा सम्पत्, अनन्तधात्मके वस्तुनि मुख्ये मुख्यवृत्त्या. અર્થ-અનંતધર્માત્મક વસ્તુરૂપ અરિહંતરૂપ મુખ્ય વ્યક્તિમાં, આ સ્તોતવ્યસંપદા આદિ, નાના (વિવિધ) ધર્મવાળી સંપદાઓ, મુખ્યવૃત્તિથી (તે તે ઘર્મવાચક શબ્દથી કહેવાતી હોવાથી) ઘટી શકે એમાં શંકાને અવકાશ નથી. અથવા વળી આ છેલ્લી (પ્રધાનગુણાપરિક્ષયપ્રધાનફલાપ્યભય સંપદા) પ્રધાનગુણ, અક્ષયસ્થિતિ, જિતભયત્વરૂપ ઉત્કૃષ્ટ ફલરૂપ ત્રણધર્મવાળી ચિત્ર (અનેક ઘર્માવચ્છિન્ન) સંપદા, અનંત ધર્માત્મક મુખ્ય વસ્તુરૂપ સિદ્ધ પરમાત્મામાં, પૂર્વોક્ત ત્રણ ઘર્મોનું મુખ્યત્વ હોવાથી ઘર્મત્રયવિશિષ્ટ સિદ્ધ અરિહંત પરમાત્માની સ્તુતિ (રૂપ) મુખ્ય વૃત્તિથી મુખ્ય જાણવી. ૧ આને પરમાર્થથી મોક્ષપદને પ્રાપ્ત થયેલા પ્રભુની સ્તુતિ રૂપ અને પરમાર્થદ્રષ્ટિએ સત્ય મોક્ષ સુખના સ્વરૂપ ગર્ભિત “સવણૂર્ણ પ્રમુખ ત્રણ પદો વડે નવમી મોક્ષ નામની સંપદા પણ કહેવામાં આવેલ છે. ત ની આgeIES
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy