________________
સ્વનું સ્વને - સમર્પણ -
જેઓ શ્રીમના મંગલમય આશીર્વાદથી શ્રમણધર્મનો અંગીકાર કરી, તપ, સ્વાધ્યાય અને સંયમની યથાશક્તિ આશવના ક૨વા શક્તિમાન થયો છું. જેઓશ્રીની શુભ નિશ્રામાં શ્રુતસાગરનાં સુધાબિંદુઓનો યવૃિિચત્ આસ્વાદ કરી, સભ્યશ્રુતની આરાધના કરી શક્યો છું.
શ્રી લલિત-વિસ્તા મહાગ્રંથનો અનુવાદ પૂજયશ્રીએ જ કરેલ છે. તે પૂજ્યપાદ, પરમ મુરૂદેવ, કર્ણાટક-કેશરી, શ્રાવસ્તી તીર્થોદ્ધારક, સંસ્કૃત વિશારદ, સમર્થ વિદ્વાન, અનેક ગ્રંથરા, વિદ્યાયક, જ્ઞાનવયોવૃધ શ્રીમદ્વિજય તંકકરસૂરીશ્વરજી મહારાજના પરમપુનિત કર કમલોમાં સાદર સમર્પિત કરી કૃતાર્થતા અનુભવું છું.
ભવદીય પુણ્યાનંદસૂરિ