SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા આ ઉરિભદ્રસુરિ રચિત ૧૧ જે દેશકાલભાવને ઉચિત પ્રવૃત્તિ કરવાની કહેલ હોય તેને ઓળંઘીને ક્રિયા કરવી તે અતિપ્રવૃત્તિરૂપ દોષવાળી ક્રિયા છે, તેનો અહીં પરીહાર થાય છે. તથા ‘શાસ્ત્રના વચન મુજબ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવા રૂપ વચનાનુષ્ઠાનનો સ્વીકાર થાય છે. (૨) ઉપયોગ (અર્થજ્ઞાન) સહિતનું અનુષ્ઠાન સઅનુષ્ઠાન થઈ શકે છે. આ વિશેષણથી શૂન્યદોષ (ક્રિયામાં ઉપયોગનો અભાવ) અને અનુષ્ઠાનરૂપ અસદનુષ્ઠાનના પરીહારપૂર્વક તદ્વેતુ તથા અમૃતરૂપ સક્રિયાનો લ્હાવો લુંટાય છે. (૩) આશંસા (વિષયવિલાસવાંછા) રૂપ દોષરહિતનું અનુષ્ઠાન સનુષ્ઠાન થાય છે. આ વિશેષણથી વિષાનુષ્ઠાન (ઐહિક ભોગફલની કામનાપૂર્વકનું અનુષ્ઠાન) તથા ગરાનુષ્ઠાન (પારલૌકિક પૌદ્ગલિક સુખફલ કામનાપૂર્વકનું અનુષ્ઠાન) રૂપ હોય અનુષ્ઠાનનો તેમજ દગ્ધદોષ (પૌદ્ગલિક ભોગ સુખ કામનાથી સક્રિયાનું ફલ ભસ્મીભૂત કરનાર ક્રિયાદોષ) નો પરીહાર થાય છે. અતઃ અમૃતક્રિયાદિ સતક્રિયાનો લાભ થાય છે. સારાંશ કે; ચૈત્યવંદનસૂત્રમાં કહેલ વિધિપૂર્વક અર્થના જ્ઞાનવાળો, આશંસાદોષ વગરનો, સૂત્રાદિ આલંબનને લઈ ભાવવંદન કારણરૂપ ભકિત અને બહુમાનવાળો, કર્મક્ષયરૂપ ફલ સંપાદનના ધ્યેયવાળો, સમ્પષ્ટિ આત્મા જ ચૈત્યવંદનરૂપ ક્રિયાને સમ્યગ્રૂપ કરવામાં સમર્થ હોઈ તે જ સમ્યક્રિયાનો અધિકારી છે. (અહીં પ્રાયઃશબ્દ એટલા માટે મૂક્યો છે કે; કોઈ એક માર્ગાનુસારિ તીવ્રક્ષયોપશમવાળાને સૂત્રવિહિત વિધિનું અજ્ઞાન કે અભાવ હોવા છતાંય શુભભાવ પેદા થાય છે.) ઉપરોકત વિશેષણવગરની વ્યકિત ચૈત્યવંદનરૂપ ધાર્મિક ક્રિયાને સમ્યગ્રૂપ કરવામાં સમર્થ નથી. કારણ કે; તેનામાં તથા પ્રકારનો અધિકાર-લાયકાત નથી. બીજા બધા પદોનું શબ્દાર્થથી સમજી લેવું. ધર્મના અધિકારીની પ્રરૂપણામાં પ્રાચીન વિદ્વાનોનો પ્રવાદ કહેતા કહે છે કે; ‘તથા વૃતિ' અર્થ-તેમજ છદ્મસ્થ જ્ઞાનથી ઓળખી શકાય કે પારખી શકાય એવા અધિકારીઓના ચિન્હો દેખાડે છે કે ‘અર્થી (૧) સમર્થ (૨) શાસ્ત્રથી અનિવારિત જે હોય તે ધર્મનો અધિકારી થાય છે' એવો વિદ્વાનોનો પ્રવાદ છે. વળી પ્રકૃત ચૈત્યવંદનસૂત્રપાઠાદિ ધર્મ છે. ચૈત્યવંદનપાઠાદિને જે ધર્મ કહ્યો છે તે કારણમાં કાર્યનો ઉપચાર સમજવો. વિવેચન–અહીં અર્થીનો અર્થ એ છે કે; સર્વ પુરૂષાર્થોમાં ધર્મ એ જ એક પ્રધાન પુરુષાર્થ છે. ૧. ‘તદ્વંતુ તે શુભ ભાવથી' શુદ્ધ રાગથી વધતા મનોરથે ક્રિયા કરે પણ વિધિશુદ્ધ હોય નહિ પરંતુ સરવાળે વિધિ શુદ્ધ થાય તે ‘તદ્વેતુ ક્રિયા' પણ ફલદાયક ઉપાદેય છે. ૨. તદ્ભુત ચિત્તને સમયવિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણો; । વિસ્મયપુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા તણો ॥ જેમાં ચિત્તની એકાગ્રતા, સમય (શાસ્ત્રકાલ) પૂર્વક કરવું, જેમાં ભાવની વૃદ્ધિ છે, કરતી વેલાએ ભવનો અતિશય ભય છે, ચિત્તમાં અપૂર્વતા છે, શરીરમાં રોમાંચનો અનુભવ છે, નિર્ધનને નિધાનની પ્રાપ્તિની જેમ અત્યંત આનંદ પ્રમોદથી પુલકિત કે પ્રફૂલ આત્મા થાય છે. તે અમૃત ક્રિયા જાણો. ગુજરાતી અનુવાદક તીરસૂરિમા આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy