SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ અર્થજ્ઞાનના સહકારથી ચૈત્યવંદનક્રિયાને સમ્યક્રિયામાં પરિણમાવી શકે છે અને જેઓએ ચૈત્યવંદનસૂત્રના અર્થનું જ્ઞાન મેળવેલ નથી, તેઓ પ્રાયઃ ચૈત્યવંદનક્રિયાને સમ્યગ્રૂપ બનાવવામાં સમર્થ થતા નથી. વળી ચૈત્યવંદનસૂત્રના અર્થનું જ્ઞાન, વ્યાખ્યાને આધીન છે. એટલે વ્યાખ્યા, ભવ્યોને અર્થજ્ઞાન સંપાદન કરાવી ચૈત્યવંદનક્રિયાને સમ્યગ્રૂપ કરાવવામાં મહાન્ ઉપકાર કરે છે. વાસ્તે વ્યાખ્યાનો આરંભ, અકિંચિત્કર નથી પરંતુ સફલ છે. જ્યારે આ રીતિએ વ્યાખ્યાન પ્રયાસનું ફલ બતાવવામાં આવ્યું ત્યારે પણ પાછો સમ્યગ્ રીતિએ ચૈત્યવંદનક્રિયાની સાથે શુભભાવનો અન્વયવ્યભિચાર બતાવવા વાદી વધે છે. આહેતિ ભિસારિરચિત અર્થ-સૂત્રના, અર્થના, જ્ઞાનના સહકારથી ચૈત્યવંદનરૂપ ક્રિયા, સમ્યગ્રૂપ થઈ અવશ્ય શુભ ભાવને પેદા કરે છે. (અને સૂત્રના, અર્થના, જ્ઞાનના અભાવના સહકારથી પ્રાયઃ ચૈત્યવંદન ક્રિયા સમ્યગ્રૂપ નહીં થતી હોવાથી શુભભાવને પેદા નથી કરતી.) એ જે સિદ્ધાંત દર્શાવ્યો તે ઠીક નથી. કારણ કે; લબ્ધિ, કીર્તિ વિગેરેના ઉદ્દેશ્યથી અને માયાથી, કરાતી સૂત્રાર્થના જ્ઞાનપૂર્વકની ચૈત્યવંદનરૂપક્રિયા સમ્યગ્રૂપ ભલે થાઓ ! છતાં પણ શુભભાવ પેદા થતો નથી. કારણ હોવા છતાંય કાર્યના નહીં થવા રૂપ અન્વયવ્યભિચાર કોઈ શુભભાવરૂપ કાર્યના પ્રત્યે સૂત્રાર્થજ્ઞાનસહષ્કૃત ચૈત્યવંદનરૂપસમ્યક્રિયારૂપ કારણ છે કે નહીં? એવો કારણતાવિષયકસંશય પેદા થાય છે. કારણ કે, તમારી ચૈત્યવંદનરૂપ સમ્યક્રિયા હોવા છતાંય શુભભાવ પેદા થતો નથી. તેનો સિદ્ધાંતકાર જવાબ આપે છે કે; લબ્ધિ આદિના માટે કે માયાપૂર્વક ચૈત્યવંદનનું સમ્યકરણ હોવા છતાંય તેનું સમ્યકરણ અસિદ્ધ છે. કેમકે; લબ્ધિ માટે કે બીજાને છેતરવા માટે જે ક્રિયા કરાય તે સમ્યગ્ નથી. એમાં ભાવ દુષ્ટ છે. અને શુદ્ધભાવિહોણી ક્રિયા સમ્યગ્ હોઈ શકતી જ નથી. માટે લબ્ધિના ઈરાદાથી કે માયા વિગેરેથી કરાતી ક્રિયામાં બાહ્યશુદ્ધિ છે પણ આંતરશુદ્ધિ નથી. માટે તે સમ્યગ્ કહેવાય નહીં. વિવેચન-ભોજન, યશ, પૂજા, પ્રતિષ્ઠા આદિના લાભરૂપ લબ્ધિ કીર્તિ વિગેરે આ લોકના તેમજ સ્વર્ગાદિ પરલોકના ફલને ઉદ્દેશીને તથા કપટથી કરાતી ચૈત્યવંદનરૂપક્રિયાને સમ્યગ્રૂપ કહેવાય નહીં. ભલે તેનું અર્થજ્ઞાન વિદ્યમાન હોય ! છતાંય લબ્ધિઆદિ આ લોકના ફલની સ્પૃહા, તેમજ પરલોકના ફલની કામના, કપટ વિગેરે દોષો, ચૈત્યવંદન ક્રિયાને સમ્યગ્રૂપ બનવામાં પ્રતિબંધક છે. કારણ કે-તે તે પ્રકારની ઐહિક કે પારલૌકિક ભોગવિલાસની કામનાઓ ચૈત્યવંદનરૂપ ધર્મક્રિયાને સમ્યફ્રૂપ થવામાં પ્રતિબંધક છે. માટે કાર્યમાત્રના પ્રત્યે પ્રતિબંધકનો અભાવ, પ્રયોજકપણાએ કારણ માનેલ છે. તેથી તમે આપેલ આપત્તિમાં તો કારણનો અભાવ હોવાથી જ કાર્યનો અભાવ થયેલ છે. એટલે અન્વયવ્યભિચારરૂપ આપત્તિનો અભાવ ગુજરાતી અનુવાદક ઘટના-શુભભાવરૂપ કાર્યમાં ઐહિક પારલૌકિક પૌદ્ગલિક ફલની १. 'कार्यप्रयोजकीभूताभावप्रतियोगित्वं प्रतिबन्धकत्वम्' ઈચ્છાનો અભાવ, પ્રયોજક (વ્યવહિત કારણ) છે તેના પ્રતિયોગી (જેનો અભાવ, તે પ્રતિયોગી કહેવાય છે) એટલે ઐહિકઆદિ પૌદ્ગલિક ફલની ઈચ્છાકપટ વિગેરેમાં, પ્રતિયોગિપણું હોઈ, ઐહિક કે પારલૌકિક પોલિક ફલની ઈચ્છા-કપટ વિગેરે દોષો પ્રતિબંધ છે. - આ તીકરસૂરિ મ.સા.,
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy