SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ - લલિત-વિસારા - મરિભદ્રસૂરિ રચિત વળી જે ફળ હોય છે તે આરંભની સાથે વ્યાપક હોય છે અને વ્યાખ્યાન વ્યાપકરૂપ ફલના અભાવવાળુ છે. અપર ચ “તથા ૨ ચૈત્યવંતનચાલ્યાનીતિચાપાનુપર ' - ઉદાહરણની સાથે ઘટના-આ પ્રદેશમાં પનસ નથી કારણ કે; ઝાડ દેખાતું નથી. આમાં પનસ એ વ્યાપ્ય છે ને ઝાડ એ વિરુદ્ધ વ્યાપક છે. જો વ્યાપક હોય તો તો વ્યાપકરૂપ પનસનો સંભવ હોય. પરંતુ વ્યાપક ઝાડ ન હોવાથી વૃક્ષનું વ્યાપ્ય પનસ પણ નથી. આ રીતે અવિરુદ્ધ વ્યાપક જે ઝાડ, તેની અવિદ્યમાનતા, એજ અહીં હેતુ તરીકે છે તેથી પનસરૂપ પ્રતિષેધ્ય સિદ્ધ થાય છે. તેવી રીતે ચૈત્યવંદનની વ્યાખ્યાના પરિશ્રમની સફલતા નથી, કારણ કે, ચૈત્યવંદનની નિષ્ફળતા છે, અહીં હેતુ વ્યાપકાનુલબ્ધિ રૂપ સમજવો. ચૈત્યવંદનની સફળતા એ અવિરૂદ્ધ વ્યાપક છે. જો ચૈત્યવંદનની સફળતા રૂપ વ્યાપ્ય હોય, પરંતુ ચૈત્યવંદનની સફલતા રૂપ વ્યાપક નહિ હોવાથી, ચૈત્યવંદનના વ્યાખ્યાનના પરિશ્રમની સફળતા રૂપ વ્યાપ્ય નથી. આ રીતે અવિરુદ્ધ વ્યાપક રૂપ ચૈત્યવંદનની સફલતા એની અવિદ્યમાનતા હેતુ તરીકે છે. તેથી ચૈત્યવંદનના વ્યાખ્યાનના પરિશ્રમની સફળતારૂપ પ્રતિષેધ્ય સિદ્ધ થાય છે. (અહીં શિશમનું ઝાડ નથી, કારણ કે કોઈપણ ઝાડ જણાતું નથી એ ઉદાહરણ પણ લેવું.) ઉપર પ્રમાણે વાદીએ, ચૈત્યવંદનની નિષ્કલતાની સિદ્ધિ થયે તેના વ્યાખ્યાન પરિશ્રમમાં નિષ્કલતા છે એમ સિદ્ધ કર્યું. તેથી ગ્રંથકાર ચૈત્યવંદન નિષ્કલતાને નિષ્ફળ બનાવતા અને બતાવતા કહે છે કે ____ अत्रोच्यते, निष्फलत्वादित्यसिद्धं, प्रकृष्टशुभाध्यवसायनिबन्धनत्वेन ज्ञानावरणीयादिलक्षणकर्मक्षयादिफलत्वाद्, उक्तं च- "चैत्यवन्दनतः सम्यक् शुभो भावः प्रजायते । तस्मात्कर्मक्षयः सर्वं ततः कल्याणमश्नुते ॥ १ ॥ इत्यादि ॥" શબ્દાર્થ-વાદીએ ચૈત્યવંદન નિષ્ફળ હોઈ ચૈત્યવંદનનો વ્યાખ્યા-પ્રયાસ નિષ્ફલ છે. માટે વ્યાખ્યાનો નિષ્ફલ આરંભ ન કરવો જોઈએ વિગેરે કહી જે ચૈત્યવંદનના આરંભની સફળતાનું ખંડન કરેલ છે. તે ખંડનનું ખંડન કરી હવે સફળતાનું મંડન કરતાં જવાબ આપે છે કે, હે વાદિનું ! તે ચૈત્યવંદનનો નિષ્કલતારૂપ જે હેતુ કહેલ છે તે સાચો હેતુ નથી. પરંતુ પાંચમી વિભકિત છેડે હોવાથી ટેવલ હેતુને સૂચવે છે. એથી તમોએ કહેલ તે હેતુ અસિદ્ધ છે.) એટલે કે, અસિદ્ધિ નામના હેતુ દોષથી કલંકિત છે. વસ્તુતઃ ચૈત્યવંદન સફલ છે કારણ કે લોકોત્તર કુશલ પરીણામ જનનદ્વારા જ્ઞાનાવરણીય વિગેરે કર્મના ક્ષયાદિરૂપ ફલ હોય છે. કહ્યું છે કે “ચેત્યવંદનથી શુભાનુબંધી પુણ્યઅનુબંધી) પ્રકૃષ્ટભાવ પેદા થાય છે અને ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી ભાવથી કર્મના ક્ષયરૂપ ફળ થાય છે તેથી સકલ કલ્યાણને (મોક્ષને) મેળવે છે.” | વિવેચન-હે વાદિન્ ! તેં કહ્યું હતું કે, ચૈત્યવંદનના વ્યાખ્યાનનો પરિશ્રમ ફોગટ છે. કેમકે; ચૈત્યવંદન વ્યર્થ છે. ત્યારબાદ તે ચૈત્યવંદનની વ્યર્થતા સાબીત કરવા પુરૂષને ઉપયોગી કોઈ પણ ફલ દેખાતું નથી, એ હેતુ આપ્યો હતો. પછી જે ફોગટ હોય તેનો કંટકશાખા મદનની માફક આરંભ (પ્રયાસ) ન કરવો જોઈએ વિગેરે કહી, છેવટના તે કહ્યું કે ચૈત્યવંદનસૂત્રની વ્યાખ્યાનો આરંભ નહિ કરવો જોઈએ, આ તારૂં કથન વજુદ વગરનું છે, કારણ કે; “તુ પ્રતીતિમયુવત્તા તીવ્યાખવો હેતુરસિદ્ધર” જ્યાં 'હેતુના સ્વરૂપની ગુજરાતી અનુવાદક - ભદકરસૂરિ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy