SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત- વિજE CRભધારણ હવે આચાર્ય મહારાજાએ જે આ ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા (વિવરણ) કરવાની પ્રતિજ્ઞા કરી છે તે શું સમસ્તપણાએ (સર્વ પ્રકારે) સૂત્રની વ્યાખ્યા કરવાના છે કે સંક્ષેપથી (ન્યૂન પ્રકારે) સૂત્રનું વિવરણ કરવાના છે ? તેનો ખુલાસો કરવા શાસ્ત્રકાર-વ્યાખ્યાકાર, સમસ્ત પ્રકારે સૂત્રનું વિવરણ કરવાનું મારી પાસે સામર્થ્ય નથી એ કહેવા બીજા શ્લોકને રચે છે. अनन्तगमपर्यायं सर्वमेव जिनागमे । सूत्र यतोऽस्य कार्येन व्याख्यां कः कर्तुमीश्वरः ? ॥ २ ॥ શબ્દાર્થ-જૈનશાસનમાં, વીતરાગ કથિત આગમવર્તી બધાંજ-સઘળાંય સૂત્ર, અનંતાગમ (અર્થમાર્ગો) વાળા, અનંતા પર્યાયવાળા છે તો આ ચૈત્યવંદન સૂત્રની સમસ્તપણાએ (સર્વ પ્રકારે) વ્યાખ્યા કરવાને કોણ સમર્થ છે ? અર્થાત્ કોઈ શક્તિમાનું નથી. - વિવેચન-જૈનશાસનમાં શબ્દરચનારૂપ સકલસૂત્રો, અનંતા (અનંતનામની સંખ્યાવિશેષથી અનુગત-વ્યાપ્ત) અર્થમાર્ગો (ગમાઓ) થી તથા અનુવૃત્તિરૂપ-ઉદાત્તાદિ-અક્ષરના અનંતા સ્વપર્યાયો અને વ્યાવૃત્તિરૂપ પર પર્યાયોજ્ઞાનશોથી પરિપૂર્ણ છે. તેથી આ સૂત્રની સર્વ પ્રકારે વ્યાખ્યા કરવાને કોણ શક્તિસંપન્ન છે ? અર્થાત્ કોઈ શક્ત નથી. કેમકે; ચતુર્દશપૂર્વધર, આ મજકૂરસૂત્રની સર્વ પ્રકારે વ્યાખ્યા કરવાને સમર્થ છે. કહ્યું છે કે “શોતિ તું કુતરુખ્યો ન ચાલતો ચો દિ વિનાગરિ’ ઈતિ શ્રુતકેવલી ચતુર્દશપૂર્વધર શિવાય બીજો, વિસ્તારથી સમસ્તપણાએ સૂત્રવ્યાખ્યા કરવાને કદાચિત્ પણ સમર્થ નથી. - તથાચ આવશ્યકસૂત્ર એ જિનાગમસૂત્ર છે, અને ચૈત્યવંદનસૂત્ર, આવશ્યકસૂત્રાર્ગત સૂત્ર છે એટલે મજકૂર ચૈત્યવંદન સૂત્રનું સમસ્ત પ્રકારે વ્યાખ્યાન મારી શક્તિ બહારનો વિષય છે. કારણ કે હું ચતુર્દશપૂર્વધર નથી. ૨. ૧ શ્રુતજ્ઞાનમાં પણ સ્વ અને પરના ભેદથી અનંતપર્યાયો કહેલા છે, તેમાં અક્ષરશ્નત ઈત્યાદિ સ્વપર્યાય કહેલા છે, તથા ક્ષયોપશમના વિચિત્રપણાથી અને વિષયના અનંતપણાથી શ્રુતાનુસાર જ્ઞાનનું અનંતપણું હોવાથી તે સ્વપર્યાયો અનંત છે. અથવા નિર્વિભાજ્ય અંશો વડે કરીને પણ તે (સ્વપર્યાયો) અનંત છે, અને આ શ્રુતજ્ઞાનમાં પૂર્વોક્ત રીતે પરપર્યાયો તે પણ અનંત છે અથવા શ્રુતજ્ઞાન તે શ્રતગ્રંથને અનુસારે હોય છે, અને શ્રતગ્રંથ તે અક્ષરરૂપ છે, અને તે અક્ષરો અકારાદિ છે, વળી તે પ્રત્યેક (અકારાદિ) અક્ષર ઉદાત (જે અક્ષરના ઉચ્ચારમાં વાયુ ઊંચે સ્પર્શ કરીને જાય તે) અનુદાત્ત (વાયુ નીચે સ્પર્શ કરીને જાય તે) સ્વરિત (સમવૃત્તિથી જેનું ઉચ્ચારણ થાય તે) એ પ્રત્યેક સ્વદીર્ધદ્ભુત ભેદે નવ (૯) અને તે સર્વે સાનુનાસિક-નિરનાસિક ભેદે પ્રત્યેક ૧૮-૧૮ ભેદે છે. અલ્પ પ્રયત્ન અતિપ્રયત્ન સાનુનાસિક (મુખ નાકથી ઉચ્ચારણ કરાતો વણી નિરનું નાસિક-મુખે કરીને ઉચ્ચારણ કરાતો ઈત્યાદિ વિશેષોથી, સંયુક્ત યોગ (બ્ધપ્ર-પ્ત સંયુક્તકાક્ષરયોગી) અસંયુક્ત યોગ (ઘુ ઘુ ઘુ ઈત્યાદિ અસંયુૌકાક્ષર સંયોગી) ત્રિસંયોગી (અબ્ધ ઈત્યાદિ ત્રિસંયોગી પણ કહેવાય) ઈત્યાદિ સંયોગ ભેદથી અને અભિધેય (શ્રુતવિષયક) ભાવોના અનંતપણાથી શ્રુતજ્ઞાન અનંતભેદવાળું છે. કેવલ અકાર અને અન્યઅક્ષરયુક્ત અકાર જે પયોયો પામે છે તે સર્વ પર્યાયો એ અકારના સ્વપયોયો છે. અને તેથી બીજા પરપર્યાયો છે. અને એ પ્રમાણે સિદ્ધાંતમાં અથવા શ્રુતજ્ઞાનમાં પ્રત્યેક અક્ષર અનંત સ્વપર્યાય અને અનંત પરપર્યાયવાળો છે, અને તે પર્યાયો સર્વદ્રવ્યના પર્યાયરાશિ જેટલા છે. "કેવળ અને શેષ વર્ણ યુક્ત અકાર જે પર્યાયોને પામે છે તે કાકા કાકડા આરતી અને સજા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy