________________
લલિત-વિસારા આ વિશાલવિત
(૪૪૭) पौरूषचिह्नमेतत्, सत्येतावति लौकिके सौन्दर्ये लोकोत्तर-धर्माधिकारीत्यतआह 'शुभगुरुयोगो' विशिष्टचारित्रयुक्ताचार्य-सम्बन्धः, अन्यथाऽपान्तराले सदोषपथ्यलाभतुल्योऽयमित्ययोग एव, तथा 'तद्वचनसेवना' यथोदितगुरुवचनसेवना, न जातुचिदयमहितमाहेति । न सकृत् नाप्यल्पकालमित्याह-'आभवमखण्डा' आजन्म आसंसारं वा सम्पूर्णा भवतु ममेति, एतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्गः, फलति चैतदचिन्त्यचिन्तामणेभगवतः प्रभावेणेति गाथाद्वयार्थः ॥
ભાવાર્થ=હે ભગવન્ જેમ તમારા સામર્થ્યથી ભવનિર્વેદ માર્ગાનુસારિતા-ઈષ્ટ ફલસિદ્ધિ તેમ “લોક વિરૂદ્ધ ત્યાગ હોજો'
(૪) લોકવિરૂદ્ધત્યાગ=લોકવિરૂદ્ધ એટલે લોકમાં કે લોકની સાથે સંક્લેશ(ઝગડો-કજીયો)કરવા દ્વારા લોકને અનર્થમાં-પાપહેતુમાં જોડવા રૂપ યોજનાથી-લોકને નુકશાની કે પાયમાલી મુશ્કેલીમાં ઉતારનાર હોઈ આ લોકવિરૂદ્ધ કર્તવ્ય, મોટું અપાયનું (વિઘ્ન વિનાશ-બલવત્ અનિષ્ટ નરક આદિનું) સ્થાન છે. માટે તેનો ત્યાગ, મહામહોદયકર છે.
(લોક એટલે શિષ્ટજનોનો સમુદાય. તે જેની નિંદા કરે છે જેને એકી અવાજે વખોડી કાઢે તેવા અનુષ્ઠાનનો-તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે “લોકવિરૂદ્ધ ત્યાગ.' - જેમ હે ભગવાન્ ભવનિર્વેદ તમારા સામર્થ્યથી છે તેમ “ગુરૂજનપૂજા' હોજો.”
(૫) ગુરૂજનપૂજા-ગુરૂઓ જો કે ધર્માચાર્યો જ કહેવાય છે, પરંતુ અહીં ગુરૂ શબ્દથી માતા-પિતા વિગેરેને પણ ગ્રહણ કરી શકાય છે, માતા, પિતા, કલાચાર્ય, અને તેમાં જ્ઞાતિજનો-બંધુજનો તથા વૃદ્ધો અને ઘર્મોપદેશકો એ બધાને સજ્જનોએ “ગુરૂવર્ગ' તરીકે માનેલ છે. અર્થાત્ ગુરૂજનની ગુરૂવર્ગની પૂજાભકિત-સેવા-આજ્ઞાપાલન આદિ તે “ગુરૂજન પૂજા' કહેવાય.
જેમ હે ભગવન્ ભવનિર્વેદાદિ તમારા સામર્થ્યથી છે, તેમ “પરાર્થકરણ” મને તમારા પ્રભાવથી હોજો' | (૬) પરાર્થકરણ–બીજાનું ભલું થાય તેવી પ્રવૃત્તિ કરવારૂપ પરાર્થકરણ, એ જીવલોકનું કે જીવલોકમાં સાર (ફલ-તાત્પર્ય) છે. અને પૌરૂષના (વિક્રમ-શૌર્ય-મર્દાઈના) ચિલ-લક્ષણરૂપ છે.
તથાચ ભવનિર્વેદ-માર્ગાનુસારિતા-ઈષ્ટફલ સિદ્ધિ લોકવિરૂદ્ધ ત્યાગ ગુરૂજન પૂજા-પરાર્થકરણરૂપ લૌકિક સૌન્દર્ય (સુંદરતા-શુભ ગુણની ખુબ સુરતી) હોયે છતે જ લોકોત્તર (સમ્યદ્રષ્ટિ આદિ ગુણ સ્થાનકરૂપ લોકોત્તર) ધર્મના અધિકારી-પાત્ર-થવાય છે. એટલે જ કહે છે કે “જેમ હે ભગવાન્ ભવનિર્વેદાદિ છે. તેમ તમારા પ્રભાવથી મને શુભ ગુરૂ યોગ” હોજો.”
(૭) શુભગુરૂયોગ વિશિષ્ટ ચારિત્રશીલ-ઉત્તમકોટીના ચારિત્ર પાલક-નિષ્કલંક ચારિત્રશાલી આચાર્યનો સંબંધનયોગ તે અહીં “શુભગુરૂયોગ” સમજવો.
અન્યથા-વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યરૂપ ગુરૂ શિવાય બીજા અવિશિષ્ટ શિથિલ-પાસત્થા આદિનો યોગ
05-30 કલાક
રાવ ભાદરમિયાન